Movie Review: રંગૂન

27 Feb, 2017

વાર્તાઃ
ફિલ્મની વાર્તા 1943 બેઝ્ડ છે. જ્યારે ભારતમાં બ્રિટિશર્સનું શાસન હતું અને તે સમયે મિસ જુલિયા(કંગના) ઘણી જ લોકપ્રિય અભિનેત્રી હતી, જે પોતાની જરૂરિયાતો માટે પ્રોડ્યુસર રૂસી બિલિમોરિયા(સૈફ અલી ખાન)ના ઈશારો પર ચાલતી હતી. બ્રિટિશ સેનાનો મેજર જનરલ હાર્ડિંગ(રિચાર્જ મૈકેબે), રૂસી સાથે વાત કરીને જુલિયાને ભારત-બર્માની બોર્ડર પર સૈનિકોના મનોરંજન માટે લઈ જાય છે. ટ્રેનમાં જુલિયાની સુરક્ષાની જવાબદારી નવાબ મલિક(શાહિદ કપૂર)ના હાથમાં હોય છે. જુલિયાને નવાબ બિલકુલ પસંદ નથી. જોકે, એવી પરિસ્થિતિ આવે છે કે બંને વચ્ચે રોમાન્સ થાય છે. ત્યારે જ રૂસીને નવાબ તથા જુલિયાના રોમાન્સની જાણ છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ આવે છે અને અંતે એક અજીબ ક્લાઈમેક્સ સાથે ફિલ્મનો ધી એન્ડ થાય છે.

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન ઘણું જ સારું છે. વિશાલ ભારદ્વાજે રિયલ લોકેશનનું શૂટિંગ ઘણી જ સારી રીતે કર્યું છે. યુદ્ધ, પ્રેમપ્રસંગ તથા અનેક દ્રશ્યોના વખાણ કરી શકાય છે. ફિલ્મમાં 40ના દાયકાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે.
ફિલ્મ ઘણી જ ધીમે-ધીમે આગળ ચાલે છે, જેને કારણે ટેસ્ટ ક્રિકેટની યાદ આવી જાય છે. ફિલ્મની સ્પીડ વધારી શકાઈ હોત. આ સાથે જ વાર્તાને બહુ ખેંચવામાં આવી છે. જેને કારણે ક્લાઈમેક્સ નબળો દેખાય છે. એક તરફ આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની વાત કરવામાં આવે છે, પરંતુ ફિલ્માંકન દરમિયાન આ જ ઈમોશન અંદરથી આવી શકતા નથી. તેથી તે પાત્રો સાથે કનેક્ટ થઈ શકાતું નથી. એકાદ-બે સીન્સ બાદ કરતાં ઘણી જગ્યાએ કંટાળો આવે છે. ના લડાઈ કે ના પ્રેમ બેમાંથી એક પણ વસ્તુ સારી રીતે બતાવવામાં આવી નથી. બંનેની ખિચડી રંધાઈ ગઈ હોય તેમ લાગે છે.

પર્ફોમન્સઃ
કંગનાને એક્ટિંગ કરતી જોવી એ લ્હાવો છે. ફિલ્મમાં તેની હાજરી રાહત આપે છે. તો સૈફ પાસે પણ સારી રીતે કામ લેવામાં આવ્યું છે. શાહિદે ફરીવાર સાબિત કર્યું કે ફિલ્મમાં તેનું કામ સહજ રીતે થાય છે. મેજર જનરલનો રોલ કરનાર એક્ટર રિચર્ડે ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મનું કાસ્ટિંગ યોગ્ય રીતે થયું છે, જેને કારણે દરેક પાત્ર રિયલ લાગે છે.

સંગીતઃ
મ્યૂઝિક ઠીક છે, જેને હજી સારું બનાવી શકાયું હોત.

ફિલ્મ જોવી કે નહીં:
જો તમે સૈફ અલી ખાન, શાહિદ કપૂર અને કંગનાના ચાહક હોવ તો આ ફિલ્મ એકવાર જરૂરથી જોઈ શકો છે. જોકે, તમને 'હૈદર' તથા 'ઓમકાર' વાળી ફિલિંગ નહીં આવે તે નક્કી છે...!