Entertainment

Movie Review: કબાલી

 રજનીકાંત 'કબાલી'માં ફરી એકવાર ગરીબોનો મસીહાના રોલમાં જોવા મળ્યો છે. તે ગરીબ મજૂરો સામે સમાજના ખરાબ લોકો સામે લડે છે.

રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કબાલી' રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ એક્શન થ્રિલર છે, જેને પીએ રંજીતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રજનીકાંતની હિરોઈન રાધિકા આપ્ટે છે. આ ફિલ્મમાં ફરી એકવાર રજની ગરીબોના મસીહા બન્યા છે. ફિલ્મમાં મજૂરોની સમસ્યાઓને ઘણી જ સારી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મ મલેશિયમાં શૂટ થઈ છે.

વાર્તાઃ
'કબાલી'માં રજનીકાંતે એક ગેંગસ્ટર(કબાલી)નો રોલ પ્લે કર્યો છે. 25 વર્ષ જેલમાં રહ્યાં બાદ કબાલી મલેશિયાની જેલમાંથી છૂટે છે. ત્યારબાદ તે ઈન્ડિયન્સ વેલફેર માટે સંઘર્ષ કરે છે. જોકે, ત્યાં '43' નામની ગેંગ છે, જે બાળકો પાસે ડ્રગ્સ સપ્લાય કરાવે છે અને ખરાબ કામો પણ કરાવે છે. કબાલી આની સામે લડે છે. કબાલી જેલ શા માટે જાય છે અને શું તે '43' ગેંગ સામે લડવામાં સફળ થશે..આ માટે તો તમારે થિયેટર સુધી જવું પડશે.

ડિરેક્શનઃ
ફિલ્મના પહેલાં ભાગમાં સ્ક્રિનપ્લે થોડું નબળું છે, જે ફિલ્મને ધીમે કરે છે. જોકે, ફિલ્મની સ્ટોરી તથા કેમેરા શોટ્સ સારા છે. ફિલ્મમાં રજનીકાંતની સ્ટાઈલ બતાવતી સિનેમેટોગ્રાફી અને આર્ટવર્ક કાબિલે તારીફ છે. જોકે, ફિલ્મનું ડિરેક્શન શાનદાર નથી. જોકે, સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે તો તેમના ફેવરિટ સ્ટારની એક્શન જોવા લાયક છે. ડિરેક્ટરે ફિલ્મમાં તે શોટ્સને મહત્વ આપ્યું છે, જે સુપરસ્ટારના ફેન્સને ક્રેઝી કરી દે છે.

સ્ટારનું પર્ફોમન્સઃ
ફિલ્મમાં રજનીકાંતે જબરજસ્ત એક્ટિંગ કરી છે. અઢી કલાકની ફિલ્મમાં રજની અલગ-અલગ શેડ્સમાં જોવા મળે છે. પછી તે રોમેન્ટિક હોય કે ગેંગસ્ટર. દરેક પાત્ર તેમણે સુપર્બ રીતે પ્લે કર્યું છે. તો રાધિકા આપ્ટેએ પણ પોતાના રોલને પૂરતો ન્યાય આપ્યો છે. ફિલ્મમાં તમામની એક્ટિંગ સારી છે. જોકે, ફિલ્મ રજનીકાંત છવાઈ ગયા છે.

સંગીતઃ
સંગીત સારું છે. ફિલ્મનું ગીત 'નિરૂપ્પા દા' પહેલાં જ હિટ થઈ ચૂક્યુ છે. ઓવરઓલ ફિલ્મનુ બેક ગ્રાઉન્ટ સંગીત પણ શાનદાર છે.

જોવી કે નહીં:
જો તમે રજનીકાંતના ડાય હાર્ટ ફેન હોવ તો આ ફિલ્મ માત્રને માત્ર તમારા માટે જ છે.

Source By : Divyabhaskar

Releated Post