ઘરમાં ઘૂસી મા-દીકરીનો કર્યો રેપ, પછી ગાદલાની વચ્ચે લાશ મૂકી લગાવી આગ

07 Feb, 2018

 ગોલ્ડન ગેટની પાસે દર્શન એવેન્યુમાં મા-દીકરી ગગનદીપ વર્મા (41) અને શિવનૈની વર્મા (21)ની ઘરમાં હત્યા કરી દેવામાં આવી. પુરાવાઓ ખતમ કરી દેવા માટે આગ લગાવી દેવામાં આવી. ગગનદીપનું શરીર સંપૂર્ણપણે સળગી ગયું હતું, જ્યારે દીકરી શિવનૈનીનું શરીર 25 ટકા સળગેલી હાલતમાં મળી આવ્યું. તેના હાથ-પગ બંધાયેલા હતા, શરીર પર એક પણ કપડું ન હતું. તેનાથી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે રેપ પછી હત્યા કરવામાં આવી. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે.

 ગગનદીપ વર્મા જંડિયાલાના સરકારી કન્યા સ્કૂલમાં ક્લર્ક હતી. દીકરી શિવનૈનીએ તાજેતરમાં જ બીકોમનું ભણવાનું પૂરું કર્યું હતું.

 

- રાતે લગભગ બે વાગે પાડોશમાં રહેતા કોઇ વ્યક્તિએ તેમના ઘરે આગ લાગેલી જોઇ. બૂમો પાડીને તેમણે આસપાસના લોકોને ભેગા કર્યા.
- ગગનદીપના બે લગ્નો થયા હતા, બંને તૂટી ચૂક્યા હતા. પોલીસે જણાવ્યું કે બે વર્ષ પહેલા જ ગગનદીપ વર્માએ અહીંયા કોઠી નંબર 175 ખરીદી હતી. 
- તે પોતાના બે બાળકો સાથે ત્યાં રહેતી હતી. દીકરો રિધિમ 20 ડિસેમ્બરના રોજ ભણવા માટે કેનેડા ગયો હતો. ઘરે મા-દીકરી એકલા જ રહેતા હતા. 
- ઘટના જે રીતે બની છે, તેનાથી લાગે છે કે આમાં 3થી 4 લોકો સામેલ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ હત્યાકાંડ લવઅફેરનો બદલો લેવા માટે થયો હોય એવું લાગે છે. જોકે, મા-દીકરી બંનેનો સાથે રેપ થયો, તેની પુષ્ટિ પોસ્ટમોર્ટમ પછી જ થશે.