સવારના નાસ્તામાં આટલી વસ્તુ લેશો તો ક્યારેય બિમાર નહીં પડો

28 Jun, 2018

તમામ ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સવારનો નાસ્તો એકદમ ભારે અને હેલ્ધી હોવો જોઈએ. આજે તમને એવા જ 5 આહાર વિશે જણાવશું જે હેલ્ધી હોવાની સાથે સાથે માત્ર ગણતરીની મિનિટોમાં બની પણ જાય છે. જેમાં સૌપ્રથમ આવે છે પૌંઆ. પૌંઆ ઘણા ભારે અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે. તે શરીરમાં એનર્જી આપવાની સાથે સાથે સરળતાથી પચી પણ જાય છે.

અન્ય આહાર છે ઈડલી. તે હેલ્ધી હોવાની સાથે સ્ટીમ્ડ આહાર છે. જે તમારા શરીરમાં મેદસ્વીતાને પ્રવેશવા દેતું નથી. આવો જ એક હેલ્ધી નાસ્તો છે ઉપમા. તે રવામાંથી બનતો હોવાથી ઘણો જ હેલ્ધી છે. તે હાર્ટ અને હાડકાંઓ માટે બેસ્ટ છે. તેને દહીં સાથે પણ ખાઈ શકાય. અન્ય એક સવારનો નાસ્તો છે મૂસલી. તે ફાઈબર અને પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ છે. તેમાં ફૂટ મિક્સ કરીને પણ તેને વધુ હેલ્ધી બનાવી શકાય છે.


સવારે ઉઠીને બે કલાકની અંદર નાસ્તો કરવો જોઈએ. તેમ કરવાથી માંસપેશીઓ સક્રિય હોય છે. સાથે જ મગજ પણ સારી રીતે કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે.


લંચ ટાઈમથી પહેલા નાસ્તા મિસ કરી દેવાને કારણે જ તમે વધારે કેલરીયુક્ત ફૂડ ખાવાનું પસંદ કરો છો. શુગર અને ફેટને અજાણતા જ વધારે માત્રામાં સેવન કરવું એ મેદસ્વિતા તેમજ અન્ય બિમારીઓનું કારણ બની શકે છે. સવારનો નાસ્તો સારી યાદશક્તિ, એકાગ્રતા અને ખરાબ કોલેસ્ટેરોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ બને છે. તેનાથી ડાયાબિટીસ, હ્રદયની બિમારીઓ તેમજ વજન વધવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.


નાસ્તામાં મિલ્ક પ્રોડક્ટ્સનું પણ સેવન કરી શકો છો. બ્રેડ, જામ, કોર્નફ્લેક્સ વગેરેની આદત પાડવી જોઈએ નહીં. બજારમાંથી લવાયેલા ડબ્બાબંધ ફૂડ પ્રોડક્ટ્સ નાસ્તા માટે જરાપણ ફાયદાકારક હોતા નથી. પારંપરિક નાસ્તા જેવા કે બાફેલા ચણા, ફૂટ સલાડ, બેસનથી બનેલી વાનગીઓ, અંકુરિત અનાજ તેમજ સલાડ એ એક સંપૂર્ણ નાસ્તો છે.