યાદશક્તિ, પેટ, વાળ, શીઘ્રસ્લખનની સમસ્યામાં બેસ્ટ છે નારિયેળ, 18 ફાયદા
નારિયેળ એક સુપર ફ્રુટ ગણાય છે કારણ કે તે સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની દ્રષ્ટિએ સારું હોય છે. નારિયેળ અનેક જાતના ઔષધીય ગુણોથી ભરપૂર છે સાથે સૌંદર્ય નિખારવામાં પણ નારિયળ અત્યંત ઉપયોગી છે. આ ઊર્જાનો એક સારો સ્ત્રોત છે. જેથી તમે ભોજનમાં પણ નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન જેવા પોષક તત્વો સારી માત્રામાં હોય છે. નારિયેળમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જેથી જે લોકોને કબજિયાતની પરેશાની રહેતી હોય છે એ લોકો માટે નારિયેળ વરદાન સમાન છે.
નારિયેળનું પાણી, પલ્પ, દૂધ અને તેલને વાપરી શકાય છે. સૌંદર્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો નારિયેળની સરખામણી અન્ય કોઇ ફળ સાથે ન કરી શકાય. જેથી આજે અમને તમને નારિયેળના ગુણો અને ફાયદા વિશે જણાવીશું.
-જો પુરૂષોને શીઘ્રસ્લખનની સમસ્યા રહેતી હોય તો દરરોજ સવારે દસ ગ્રામ નારિયેળના સૂકા ગરને ખાવું સાથે એક ગ્લાસ ગાયનું દૂધ પીવું. આવું કરવાથી પુરૂષોની આ સમસ્યા દૂર થશે.
-મોટાભાગની સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતાની સમસ્યા રહેતી હોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો દરરોજ લગભગ દસ ગ્રામ તાજુ નારિયેળ ખાવું સાથે ગાયનું ઘી નાખેલું દૂધ પીવું. આવું નિયમિત કરવાથી માસિક સંબંધી સમસ્યાઓ દૂર થશે.
- સવારે નિયમિતપણે 50 ગ્રામ નારિયેળનું ગર ચાવીને ખાવાથી ગર્ભવતી સ્ત્રીઓને સ્વાસ્થ્યમાં બહુ લાભ થાય છે. સાથે ગર્ભસ્થ બાળક પણ ચુસ્ત અને તંદુરસ્ત રહે છે.
- નારિયેળ તેલમાં ઝીણો વાટેલો બદામનો ભૂકો માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
- જો પેટમાં કૃમિ થવાની સમસ્યા હોય તો રોજ નાશ્તામાં એક ચમચી પીસેલું નારિયેળ ખાવાથી પેટના કૃમિ નાશ પામે છે.
- ચમચી નારિયેળ તેલ કે નારિયેળનો પલ્પ લઇ તેમાં બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. આને 2-3 મિનિટ માટે ચહેરા પર ઘસો અને પછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો.
-નારિયેળનું ગર સૈંદર્યવર્ધક હોય છે. નારિયેળના ગરને ચહેરા પર જ્યાં ડાઘા કે ધબ્બા પડ્યા હોય તે ભાગ પર ઘસવાથી ધીરે-ધીરે ડાઘા દૂર થવા લાગે છે અને ચહેરો ગ્લો કરવા લાગે છે.
-નારિયેળનું દૂધ પીવાથી ગળાની ખરાશમાં રાહત મળે છે. નારિયેળનું દૂધ પેટના અલ્સરને સાજું કરવામાં પણ મદદ કરે છે.
-નારિયેળ કિડની, થાઈરોઈડ, ડાયાબિટિસ અને મૂત્રાશય સંબંધી બીમારીઓથી ગ્રસ્ત રોગીઓ માટે અત્યંત લાભકારક રહે છે.
-નારિયેળમાં અનેક એન્જાઈમ હોય છે. જે પાચન ક્રિયામાં મદદ કરે છે. જેથી જો પેટમાં દુખાવો રહેતો હોય કે ગેસની સમસ્યા થતી હોય તો નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊલટીમાં પણ રાહત થાય છે.
-જો નારિયેળના ગરમાં બદામ, અખરોટ અને સાકર મિક્ષ કરીને ખાવામાં આવે તો યાદશક્તિ તેજ થાય છે.
-ઉધરસમાં નારિયેળ રામબાણ દવાનું કામ કરે છે. નારિયેળના દૂધમાં એક ચમચી ખસખસ અને એક ચમતી મધ નાખીને દરરોજ આ મિશ્રણનું સેવન રાત્રે સૂતા પહેલા કરવાથી તરત ફાયદો થાય છે.
-નારિયેળની તાસીર ઠંડી હોવાથી નારિયેળનું સેવન કરવાથી નસકોરીમાં પણ બહુ ફાયદો થાય છે.
-મોઢામાં ચાંદા રહેતા હોય તો કાચું નારિયેળ ખાવું જોઈએ અને વધુને વધુ નારિયેળ પાણી પીવું જોઈએ. તરત લાભ થશે.
-ઠંડીમાં દરરોજ સૂકું નારિયેળ ખાવું જોઈએ. જો ચહેરા કે અન્ય ભાગ પર કરચલીઓ થઈ હોય તો રાત્રે સૂતી વખતે તે ભાગ પર નારિયેળ તેલ લગાવવું જોઈએ. હાથથી ઉપર તરફ લઈ જતાં હળવા હાથે માલિશ કરવાથી કરચલીઓ દૂર થવા લાગે છે. ત્યારબાદ સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ નાખવો.
-નારિયેળ તેલને સ્કિન પર લગાવવાથી ફણ અનેક ફાયદા થાય છે. નારિયેળના તેલના કેટલાક ટીપાં સ્કિન માટે લાભકારક રહે છે.
-ખાટા દહીંમાં મુલ્તાની માટી મિક્ષ કરીને આ ઉબટનમાં નારિયેળ તેલના ટીપાં નાખીને વાળમાં લગાવવાથી વાળમાં નવી ચમક અને જાન આવી જાય છે. વાળ સ્વસ્થ બને છે.
-દરરોજ 2-3 નારિયેળ પાણી પીવાથી ચહેરાનો ગ્લો વધે છે અને સ્કિન નિખરે છે. નારિયેળ પાણી ત્વચા માટે અત્યંત ફાયદાકારક રહે છે.
-1 ચમચી નારિયેળ પાણી અને પીસેલી દાળ લઇ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ રહેવા દઇ સ્ક્રબ કરો. તમારી સ્કિન હાઇડ્રેટ થઇ જશે અને તેમાં કસાવ આવશે.