વિશ્વના ધનિક લોકોમાંથી એક આ વ્યક્તિની તિજોરીમાં છે માત્ર 8 ટીશર્ટ

29 Jan, 2016

 જો તમે એવું વિચારો છો કે, Mark Zuckerberg પાસે એક મોટી વેરાઇટીનો વોર્ડરોબ હશે, તો તેની તિજોરી જોઇને તમને નિરાશા જ થશે. Facebook ફાઉન્ડરની ગણતરી વિશ્વના 16 સૌથી ધનવાન લોકોમાં થાય છે, પરંતુ paternity leave પરથી પાછા આવ્યા બાદ તેઓએ તેમના વોર્ડરોબનો ફોટોગ્રાફ પોસ્ટ કરીને ફેન્સને પુછ્યું કે, લાંબી રજાઓ બાદ તેઓએ ઓફિસના પ્રથમ દિવસે શું પહેરવું જોઇએ? મજેદાર વાત તો એ છે કે, તેમના વોર્ડરોબમાં કુલ 8 ટીશર્ટ અને 5 હૂડીઝ જોવા મળતા હતા અને આ બધાનો કલર ગ્રે હતો. જો કે, ન્યૂટ્રલ શેડ્સના પ્લેન ટીશર્ટ Zuckerbergની સ્ટાઇલની ઓળખ બની ગયા છે, પરંતુ આ સ્ટાઇલની પાછળ એક મોટો વિચાર પણ છે. 

 

Facebookના સીઇઓને હાલમાં જ Q&Aમાં તેમની ફેશન સેન્સ વિશે અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેનો તેઓએ કંઇક આવો જવાબ આપ્યો, 'હું મારાં જીવનમાં જેટલું શક્ય હોય તે બધુ જ કરવા ઇચ્છું છું. જે સમાજ માટે કંઇક સારું કરી શકે. કંઇક બેકાર ચીજ કરવામાં મારો સમય વ્યર્થ કરતાં મને એવું લાગશે કે હું મારી એનર્જી બરબાદ કરી રહ્યો છું.'