ચહેરાની ચમક વધારવા ઘરે જ બનાવો કોફી ફેસપેક, પછી જુઓ તેનો જાદુ

24 Jan, 2015

યુવતીઓને સુંદર દેખાવું ખૂબ જ ગમતુ હોય છે અને તે માટે તે ગમે તેવા પ્રયાસ કરવા માટે તૈયાર હોય છે. ઘણી વખત છોકરીઓ તેમની ત્વચા સુંદર અને સુંવાળી બને તે માટે વિવિધ પ્રકારના ફેસપેક બનતી હોય છે. તો આવો આજે અમે તમને કોફી ફેસપેક વિશેની માહિતી આપીએ. આ ફેસપેક ઘરે જ બનાવી શકાય છે અને તેનાથી ત્વચાને એક અનોખી જ સુંદરતા મળે છે.

હની-કોફી પેક

કોફી અને મધ દરેક વ્યક્તિને પસંદ હોય છે. અને બન્ને જ્યારે મળે તો સરસ પેસ્ટ બનશે. સુંદર અને કોમળ ત્વચા માટે બન્નેને 1-1 ચમચી મિક્સ કરી ચેહરા પર લગાવો અને સૂક્યા પછી ધોઈ લો.

કોકો-કોફી પેક

આ કોમ્બો વિશે વિચારી તમારા મોંઢામાં પાણી આવી રહ્યુ છે તો વિચારો તે બંને તમારા ચહેરા માટે શું કરી શકે છે . કોકો અને કોફી,બન્ને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે અને થોડુ મધ એટલે એક બીજુ એન્ટિઓક્સિડન્ટ્સ ઉપયોગ કરીને તૈયાર કરેલો પેસ્ટ. આ પેસ્ટ ત્વચાને પોષણ આપવાની સાથે ધૂળ અને ગંદકી પણ સાફ કરે છે.

શુષ્ક ત્વચા માટે પેક

કોફી પાઉડર સાથે થોડું ઓલિવ તેલ મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરો. આ તમારી શુષ્ક ત્વચા માટે અસરકારક ઉપાય છે.ફક્ત આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને પેક સૂકવા ન દો. ભીનો રહેતા જ ધોઈ લો.