ગુરૂવારના દિવસે જાણો ભગવાન વિષ્ણુની પૌરાણિક કથા, દેવી લક્ષ્મી કેમ દબાવે છે શ્રીહરીના પગ

12 Jul, 2018

 લક્ષ્મી પ્રાપ્તની ઇચ્છા દરેકને હોય છે. લક્ષ્મી કૃપા માટે ભગવાન વિષ્ણુની કૃપા પામવી અત્યંત આવશ્યક છે કેમ કે લક્ષ્મી તેના ચરણોમાં રહે છે.

શાસ્ત્રોમાં કે ભગવાન વિષ્ણુની ગમે તે તસવીરને જુઓ, તમે જોશો કે માં લક્ષ્મી હંમેશા તેના ચરણોમાં બેસીને તેના ચરણ દબાવતી નજરે જ પડે છે.
 

 

આ વિશે એક પૌરાણિક વાર્તા છે કે દેવર્ષિ નારદે એકવાર ધની દેવી લક્ષ્મીને પુછયુ કે તમે હંમેશા શ્રી હરી વિષ્ણુના ચરણ કેમ દબાવતા રહો છો ? આ પર લક્ષ્મીજીએ કહયું કે ગ્રહોના પ્રભાવથી કોઇ અછુતા નથી રહેતા, તે પછી મનુષ્ય હોય કે પછી દેવી-દેવતા.

મહિલાના હાથમાં દેવગુરૂ બૃહસ્પતિ વાસ કરે છે અને પુરૂષો પગમાં દૈત્યગૃરૂ શુક્રાચાર્ય, જયારે મહિલા પુરૂષના ચરણ દબાવે છે તો દેવ અને દાનવના મિલનથી ધનલાભનો યોગ બને છે. આ માટે હંમેશા મારા સ્વામીના ચરણ દબાવો છે.

ભગવાન વિષ્ણુએ તેને પોતાના પુરૂષાર્થના બળ પર જ વશમાં કરી રાખ્યા છે. લક્ષ્મી તેના જ વશમાં રહે છે જે હંમેશા બધા માટે કલ્યાણ ભાવ રાખે છે. વિષ્ણુની પાસે જે લક્ષ્મી છે તે ધન અને સમ્પત્તિ છે. ભગવાન શ્રી હરી તેનું ઉચિત ઉપયોગ જાણે છે. આ કારણથી મહાલક્ષ્મી શ્રી વિષ્ણુના પગમાં તેની દાસી બનીને રહે છે.

 

 

ત્યાં એક અન્ય પૌરાણિક કથા અનુસાર, અલક્ષ્મી પોતાની બહેન લક્ષ્મીથી ઘણી ઇર્ષ્યા રાખતી હતી. તે જરાય પણ આકર્ષક નથી, તેની આંખો ભડકીલી, વાળ ફેલાયેલા અને મોટા મોટા દાંત છે. ત્યાં સુધી કે જયારે પણ દેવી લક્ષ્મી પોતાના પતિની સાથે હોય છે. અલક્ષ્મી ત્યાં પણ એ બંનેની સાથે પહોંચી જાય છે.

પોતાની બહેનનો આ વર્તન દેવી લક્ષ્મીને જરાય પસંદ ન આવ્યો અને તેણે અલક્ષ્મીને કહયું કે તમે મારા અને મારા પતિને એકલા કેમ નથી મુકતા. આ પર અલક્ષ્મીએ કહયું કે કોઇ મારી આરાધના નથી કરતું, મારે પતિ પણ નથી, આ માટે તું જયાં જઇશ, હું તારી સાથે રહીશ.

આ પર દેવીલક્ષ્મી ક્રોધિત થઇ ગઇ અને આવેગમાં તેને અલક્ષ્મીને શ્રાપ દિધો કે મૃત્યુના દેવતા તારો પતિ છે અને જયાં પણ ગંદકી, ઇર્ષ્યા, લાલચ, આળસ, રોષ હશે તુ ત્યાં જ રઇશ.

આ પ્રકાર ભગવાન વિષ્ણુ અને પોતાના પતિના ચરણોમાં બેસીને માતા લક્ષ્મી તેના ચરણોની ગંદકી દુર કરે છે. કારણ કે અલક્ષ્મી તેની નિકટ ન આવી શકે. આ રીતે તે પતિને અન્ય સ્ત્રીથી દુર રાખવાની દરેક સંભવ કોશિષ કરી રહી છે.

માનવામાં આવે છે કે સૌભાગ્ય અને દુર્ભાગ્ય એક સાથે ચાલે છે જયારે તમે ઉપર સૌભાગ્યની વર્ષા થાય છે, ત્યારે દુર્ભાગ્ય ત્યાં પાસે ઉભેલા પોતાના માટે મોકો તલાશે છે અલક્ષ્મી પણ કંઇક આ રીતે ઘરની બહાર બેસીને લક્ષ્મીના જવાની રાહ જુએ છે.

જયાં પણ ગંદકી હાજર હોય છે, ત્યાં લાલચ, ઇર્ષ્યા, પતિ-પત્નીના ઝઘડા, અશ્ર્લીતતા, કલેશ અને કલહનું વાતાવરણ બની જાય છે. આ નિશાની છે કે ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થઇ ચુકયો છે. અલક્ષ્મીને દુર રાખવા અને લક્ષ્મીને આમંત્રિત કરવા માટે હિન્દુ ધર્મથી જોડાયેલા પ્રત્યેક ઘરમાં સફાઇની સાથે સાથે નિત્ય પુજા-પાઠ કરવામાં આવે છે જેથી ઘરના લોકોને નકારાત્મક ઉર્જાથી બચાવી શકાય.