Movie Review: 'લિંગા'

12 Dec, 2014

ફિલ્મની વાર્તા આઝાદી પહેલાના સમયની છે

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતના જન્મ દિવસે રીલિઝ થયેલી ફિલ્મ 'લિંગા' એક્શન થ્રીલર છે.સાથે સાથે ફિલ્મમાં કોમેડીનો મસાલો પણ છે.
 
રજનીકાંત અને નિર્દેશક કે.એસ.રવિ કુમાર આ પહેલા પણ અનેક ફિલ્મ્સમાં જોડી જમાવી ચુક્યા છે. આ વખતે રજનીકાંતના જન્મ દિવસે રીલિઝ થયેલી ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળવાની અપેક્ષાઓ છે.આ ફિલ્મમાં રજનીકાંત ડબલ રોલ કરી રહ્યો છે.
 
 
વાર્તાઃ ફિલ્મની વાર્તા આઝાદી પહેલાના સમયની છે, વાર્તા એક ડેમના કન્સ્ટ્રક્શનની આસપાસ ગુંથવામાં આવી છે. રજનીકાંત સાથે આ ફિલ્મમાં સોનાક્ષીસિંહા અને અનુષ્કા શેટ્ટી પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.જોકે ફિલ્મની વાર્તા રજની એટલે કે લિંગાની આસપાસ ફરી રહી છે. રજનીએ ડબલ રોલ કર્યો હોવાથી મોટા ભાગે સ્ક્રિન પર તે જ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ટ્રેન સીન,ફ્લેશબેક અને સ્ટોરી લાઈનને પણ પસંદ કરવામાં આવી છે.

Loading...

Loading...