ભારતીય યુવાનોને આવી છોકરીઓ ગમે

27 Feb, 2015

 ભારતીય યુવાનોની વાત કરીએ તો દરેકની છોકરીની પસંદગી માટેના માપદંડ જૂદા જૂદા હોય છે. કોઈને બોલ્ડ છોકરી ગમે તો કોઈને શૂટ પહેરતી છોકરી ગમે. કોઈને નોકરી કરતીં છોકરી ગમે તો કોઈને ગૃહિણી બની રહે તેવી છોકરી ગમે. પસંદગીના માપંદડ આ રીતે જૂદા જૂદા હોવા છતાં પણ અમુક સમાનતા જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો છોકરીઓની પસંદગી બાબતે છોકરાઓમાં અમુક બાબતો એકસમાન હોય છે. જેની ચર્ચા અત્રે કહીશું.

કેરિયર ઓરિયેન્ટેડ

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 83.5 ટકા યુવાનોને કેરિયર બાબતે ગંભીર હોય તેવી છોકરીઓ ગમે છે. અન્ય એક સર્વે પ્રમાણે કામમાં વ્યસ્ત રહેનારી છોકરીઓ ડિપ્રેશનમાં પણ ઓછી સપડાય છે.

ક્રિકેટમાં રસ

યુવાનો ઈચ્છે છે કે તેમની પત્નીને પણ ક્રિકેટમાં રસ હોય. જોકે તે કોઈ ક્યુટ ક્રિકેટરના વખાણ કરે તો યુવાનોન તે જરાય ગમતું નથી.

સમાચારની જાણકારી

પુરુષોની ઈચ્છા હોય છે કે તેમની પત્ની દુનીયા સાથે કદમ મીલાવીને ચાલે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 73.8 ટકા યુવાનો તેમની પત્ની તાજા સમાચારોથી વાકેફ રહે અને કોઈ પણ કરંટ ટોપિક વિશે પોતાના વિચારો અન્યો સમક્ષ વ્યક્ત કરે.

રિયાલિટી શો

ભારતીય યુવાનો માને છે કે રિયાલિટી શો જોતી યુવતીઓ ખૂબ જ વિચિત્ર હોય છે. ટીવી જોઈને તેને સાચુ માની લઈ મૂડી બગાડે છે અને તેનુ પરિણામ યુવાનોએ ભોગવવું પડે છે.