રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન જ્યાં થવાના છે તે લેક કોમો, તસવીરો જોઈ રહી જશો દંગ

27 Jul, 2018

 રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ જોડીએ સ્થળ પણ પસંદ કરી લીધું છે. આ જોડીએ ઈટલીના લેક કોમો પર પોતાની પસંદગી ઉતારી છે. ઈટલીનું આ સ્થળ કુદરતી સુંદરતાથી ભરપૂર છે અને વેડિંગ ડેસ્ટિનેશન માટે પર્ફેક્ટ સ્થળ માનવામાં આવે છે.

ઈટલી જ અમેઝિંગ વાઈન, પિઝા, પાસ્તા, મોન્યુમેન્ટ્સ અને તેની સુંદરતાના કારણે ફેમસ છે. જોકે, ઈટલીના અન્ય સ્થળો પણ સુંદરતામાં ઓછા નથી. લેક કોમો પણ એમાંનું જ એક સ્થળ છે. જે એક પર્ફેક્ટ વેડિંગ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહિ આવેલા બ્યૂટિફૂલ લેક વિલા સેલેબ્સ માટે ખાસ આકર્ષણનું કારણ બન્યાં છે.


આ લેકને ઈટલી ભાષામાં Lago di Como તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી અક્ષર ‘Y’ આકારના આ સરોવરની ફરતી બાજુએ ગાર્ડન્સ, લક્ઝરી વિલાસ અને અનેક સુંદર ગામડાઓ આવેલાં છે. અહિની સુંદરતા એવી છે કે ભલભલાને મુગ્ધ કરી દે છે.


ઈટલીના ફેમસ સિટી મિલાનથી લેક કોમો માત્ર એક કલાકના અંતરે જ આવેલું છે. આ શહેર રોડ નેટવર્કથી સારી રીતે જોડાયેલું છે. જોકે, ઉનાળામાં આ શહેરમાં ખૂબ જ ભીડ રહે છે. કારણકે મિલાન અને આજુબાજુના શહેરમાંથી લોકો ઠંડક મેળવવા ઉમટી પડે છે. જોકે, આ સ્થળે રસ્તાઓના વળાંકોના કારણે મોટેભાગે સેલ્ફ ડ્રાઈવિંગ ટાળવું જોઈએ.


લેક કોમો પર ફેરી સર્વિસ પણ ઉપલબ્ધ છે. કોમો અને લેકો આ બે શહેરને જોડતી અનેક બસ પણ ઉપલબ્ધ છે. જેની વચ્ચે તમે કુદરતી સુંદરતાની ભરપૂર મજા લઈ શકો છો. આ શહેર સ્કાર્ફ અને ટાઈ ખરીદવા માટે સારુ રહે છે. આ શહેરમાં એવી અનેક કેફે અને રેસ્ટોરન્ટ પણ છે. જેમાં સ્પેશિયલ વાનગીઓની મજા માણી શકશો. આ ઉપરાંત કેફેમાંથી જ લેકસાઈડ વ્યૂની પણ મજા માણી શકશો

અહિના લેક વિલાસ ટૂરિસ્ટ્સમાં એક બ્યૂટિફૂલ ફિલિંગ જન્માવે છે. અહિ લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે નજીકના સ્થળોએ રોમેન્ટિક હનિમૂન મનાવી શકો છો. એક ચર્ચા અનુસાર જ્યોર્જ ક્લૂની, મેડોના, રિચર્ડ બ્રાન્સન વગેરે લોકોએ આ પોશ વિસ્તારમાં પોતાના ઘર ખરીદીને રાખ્યાં છે.