ફેસબુકના ઇતિહાસનો સૌથી VIRAL VIDEO, ત્રણ દિવસમાં 12.65 કરોડથી વધારે લોકોએ જોયો

24 May, 2016

ફેસબુક પર એક વિડિયો છેલ્લા ત્રણ દિવસમાં એટલો વાઇરલ થયો છે કે એણે એક નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે. આ વિડિયોને ફેસબુકના ઇતિહાસમાં સૌથી વધારે વ્યુ મેળવનાર વિડિયો ગણાવવામાં આવ્યો છે. 19મેના દિવસે અપલોડ કરાયેલા આ વિડિયોને 12.65 કરોડથી વધારે લોકોએ જોયો છે અને 29 લાખથી વધારે લોકોએ શેર કર્યો છે.

આ વિડિયોથી ફેસબુક યુઝર કેંડેસ પેન રાતોરાત ઇન્ટનેટ પર સેન્સેશન બની ગઈ છે. આ વિડિયો જોઈને હસીહસીને લોકોને પેટમાં દુખી ગયું છે. આ વિડિયોમાં કેડેસ ગાડીમાં બેઠી છે અને તે પોતાની નવી ખરીદી બતાવે છે. આ ખરીદી છે. ‘સ્ટાર વોર્સ’ના એક પાત્ર Chewbaccaનો માસ્ક.

આ વિડિયો જોઈને પહેલાં તો કોઈને એમ જ લાગે કે તેણે આ માસ્ક પોતાના બાળકો માટે ખરીદ્યો હશે પણ તે સ્પષ્ટતા કરે છે કે આ રમકડું તેણે પોતાના માટે લીધું છે. કેંડેસ આ માસ્ક પહેરીને બહુ ખુશ થાય છે અને લોકોના મનોરંજન માટે જાતજાતના અવાજ પણ કાઢે છે. આ વિડિયો જોઈને કેંડેસને આ માસ્ક જ્યાંથી ખરીદ્યો હતો એ દુકાનદારે પણ ઢગલાબંધ રમકડાં તેના પરિવાર માટે મોકલાવ્યા છે.

Loading...

Loading...