કોન્ડોમ વાપરતાં પહેલાં જાણી લો તેની આ 4 સાઇડઇફેક્ટ્સ

08 Jul, 2015

 કોન્ડોમના ફાયદા અંગે પુખ્તવયના લોકો પૂર્ણપણે વાકેફ હોય છે, પરંતુ તાજેતરમાં આવેલા એક સંશોધન પ્રમાણે કોન્ડોમથી કેટલીક આડઅસરો પણ થતી હોય છે. કોન્ડોમ સુરક્ષિત સેક્સ લાઈફ માટે અતિ જરૂરી છે, પરંતુ ક્યારેક તેને કારણે અમુક યૌન સબંધી બીમારીઓ પણ થઈ શકે છે. તો આજે તમને કોન્ડોમની 4 આડઅસરો વિશે જણાવીશું... 

 
1) અઠવાડિયામાં બેથી વધુ વખત કોન્ડોમનો ઉપયોગ કરવાથી યોનિમાં કૃદરતી રીતે નીકળતું દ્રવ્ય ઓછું થઈ જાય છે. કાં તો બંધ થઈ જાય છે. જેનાંથી યોનિમાં ઘસરકાની સાથે મીઠી ખંજવાળ આવતી હોય છે. આવી સ્થિતિનો સામનો કરી રહેલી સ્ત્રીઓ પોતાના પતિ કે પ્રેમીની સાથે સેક્સ માણવા પર યોનિમાં અસહ્ય દુખાવો, બળતરા, એલર્જી અને ખંજવાળની ફરિયાદ 
કરતી હોય છે.
 
2) કોન્ડોમનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી યોનિમાં ઘાવ કે ચીરા પડી જાય છે. જેનાં લીધે યોનિ પર સોજા આવે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે સેક્સ કરવા પર તે ઘાવ કે ચીરામાંથી લોહીનો સ્ત્રાવ પણ થાય છે. જેને ઘણી સ્ત્રીઓ અસમય પર થનાર માસિક સ્રાવ ગણીને તેની પરવા કરતી નથી. લાંબા ગાળે આને કારણે સ્ત્રીઓને જનનાંગ અને ગર્ભાશયમાં કેન્સર થવાની શક્યતા
 વધી જાય છે.
 
3) લેટેક્સના બનેલા કોન્ડોમ તમારા ગર્ભઘારણ અને યોન સબંધી રોગોથી બચાવે છે, પરંતુ એલર્જી થવા માટેનું આ સૌથી મોટું કારણ છે. જેનાથી સ્ત્રીઓની સેક્સ પાવર ઘટી જાય છે. કારણ કે આના ઉપયોગથી યોનિમાં ખંજવાળ અને શુષ્કતા આવી જાય છે. જેના લીધે સ્ત્રી-પુરુષના જનનાંગો પર નક્કર દાણાં જેવું થઈ જાય છે.
 
4)કુદરતે સ્ત્રી-પુરુષના જનનાંગોને પોતાની આગવી સુરક્ષા શક્તિ આપી છે, પરંતુ જો અઠવાડિયામાં બે વખતથી વધારે પ્રમાણમાં કોન્ડોમની ઉપયોગ કરવાથી આ શક્તિ ખતમ થઈ જાય છે. જેને કારણે યોનિમાં અસંતુલિત વાતાવરણ ઊભું થઈ જાય છે.