અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ગુણકારી+લાભપ્રદ છે ચણા, જાણો ખાવાની રીત

24 Dec, 2015

 આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ચણા અને ચણાની દાળ બન્નેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે. ઘોડાને આ જ કારણથી ચણાની ચંદી ખવડાવાય છે. રોજ 50 ગ્રામ ચણા ખાવા શરીર માટે ખૂબ જ લાભકારી છે. દરરોજ ચણાનું સેવન કરવાથી રોગોની સારવાર આપમેળે જ થઈ જાય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, રેશા, કેલ્શિયમ, આયરન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.

 
ચણા ખૂબ જ પૌષ્ટિક છે. તે પચવામાં હળવા, ઠંડા, રંગ સુધારનાર અને બળવર્ધક છે. ચણાનું સેવન કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વગેરેમાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
 
ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે કારણ કે તે સસ્તા હોય છે પરંતુ આ સસ્તી વસ્તુમાં મોટી મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા રહેલી છે. ચણાના સેવનથી સુંદરતા વધે છે સાથે જ મગજ પણ તેજ બને છે. મેદસ્વિતા ઘટાડવા માટે રોજ નાસ્તામાં ચણા લો. અંકુરિત ચણા 3 વર્ષ સુધી ખાતા રહેવાથી કુષ્ટ રોગમાં લાભ મળે છે. આ સિવાય પણ ચણાના અઢળક લાભ છે જે આજે અમે તમને જણાવીશું.
 
-યુવાન સ્ત્રીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર તો ગોળ અને ચણા ખાવા જ જોઈએ કારણ કે ગોળ આયરનથી સમૃદ્ધ હોય છે અને ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ બન્ને વસ્તુઓ મળીને સ્ત્રીઓના માસિક ધર્મ સમયે થનારા લોહીના નુકસાનને સુધારે છે.
 
-રાત્રે ૫૦ ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખુબ ચાવીને ખાવા. માત્ર એક મહીનાના પ્રયોગથી જ શરીર શક્તિવાન બની શકે છે અને ખુબ લાભ થશે. આ પ્રયોગ દરમિયાન બહુ ખાવું નહીં. વારંવાર કે આચરકુચર ખાવું નહીં. નહીતર ચણા પચશે નહીં અને ગેસ કરશે.
 
-કમળાના રોગમાં શેકેલા, બાફેલા કે પલાળેલા ચણા ખુબ ચાવીને ખાવાથી તે દવાનું કામ કરે છે.
 
-ચીનાઈ માટીના વાસણમાં રાતે ચણા પલાળી દો. આ ચણા સવારે ચાવી-ચાવીને ખાઓ. તેના લગાતાર સેવનથી વીર્યમાં વધારો થાય છે, સાથે જ પુરુષોની નપુંસકતા દૂર થઈ જાય છે.
 
-50 ગ્રામ ચણા પાણીમાં ઉકાળીને મસળી લો. આ પાણી ગરમ-ગરમ પીવો. લગભગ એક મહિના સુધી પીવાથી જળોદર રોગ દૂર થઈ જાય છે.
 
- ગોળ અને ચણા ખાવાથી પણ મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. રોજ શેકેલા ચણાના સેવનથી બવાસીરની સમસ્યા દૂર થઈ જાય છે.
 
-વારંવાર પેશાબ આવવાની બીમારીમાં શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ.
 
-કફવાળી ઉધરસમાં રાત્રે હળદરવાળા શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સૂઈ જવાથી લાભ થાય છે.
 
 -માથુ દુખતું હોય તો શેકેલા ચણા ખાઈ ઉપર પાણી ન પીવું. તરત આરામ મળશે.
 
-રાત્રે પલાળેલા કે ફણગાવેલા ચણા કે ચણાની દાળ માત્ર દૂધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, નબળાઈ દૂર થાય છે.
 
-રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર દૂધ પીવાથી કફ દૂર થાય છે.
 
- ચણા ખાઈ ગરમ પાણી પીવાથી અવાજ ઉઘડે છે. આ સિવાય ગોળ-ચણા ખાવાથી અવાજ ઉઘડે છે.
 
-શેકેલા ચણાને રાત્રે સૂતી વખતે ચાવીને ખાઓ. ત્યારબાદ ગરમ દૂધ પીવો. તેનાથી શ્વાસ નળીના અનેક રોગો દૂર થઈ જાય છે.
 
-ગરમાગરમ ચણા ખાવાથી દુઝતા હરસનો રક્તસ્રાવ મટે છે.
 
- ચણાને રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમી, પેટનાં દર્દ તથા ઉદરશૂળ મટે છે.
 
- ચણાના લોટથી ચોળીને નાહવાથી પરસેવાની ગંધ તથા ખુજલી મટે છે.
 
-ગર્ભવતી મહિલાને ઊલટીની સમસ્યા રહેતી હોય તો શેકેલા ચણાનું સત્તૂ પિવડાવો. ચણા પાચન શક્તિને સંતુલિત અને મગજની શક્તિ વધારે છે. ચણા ખાવાથી ખૂન સાફ થઈ જાય છે જેનાથી ત્વચા નિખરે છે.
 
-ચણાના લોટની મીઠા વગરની રોટલીને 40-60 દિવસ સુધી ખાવાથી ત્વચા સંબંધિત બીમારીઓ જેમ કે દાદર,ખાજ, ખુજવી વગેરેમાં રાહત મળે છે.
 
 -રાતે ચણાની દાળ પલાળી દો. સવારે પીસીને ખાંડ અને પાણી મેળવીને પીવો. તેનાથી માનસિક તણાવમાં રાહત મળે છે.
 
-25 ગ્રામ કાળા ચણા રાતે ભીંજવી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
 
-પલાળેલા ચણા ખાઈને દૂધ પીતા રહેવાથી વીર્યનું પાતળાપણું દૂર થઈ જાય છે.
 
-ચણાને પાણીમાં પલાળી દો. ત્યારબાદ ચણા કાઢીને પાણીને પી જાઓ. મધ મેળવીને પીવાથી નપુંસકતા અને નબળાઈની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
 
-10 ગ્રામ ચણાની ભીંજવેલી દાળ અને 10 ગ્રામ ખાંડ બન્ને મેળવીને 40 દિવસ સુધી ખાવાથી પુરૂષોની નબળાઈ દૂર થઈ જાય છે.
 
-મેદસ્વિતા ઘટાડવા માટે રોજ નાસ્તામાં ચણા લો.
 
-ચણાના લોટનો હલવો થોડા દિવસ ખાવાથી વાત રોગથી થતી બીમારી અને અસ્થમામાં રાહત મળે છે.

Loading...

Loading...