ગર્ભનિરોધક ગોળીઓ ખાઓ છો? તો નુકસાન થશે જ, તેના માટે કરો ઉપાય

01 Mar, 2018

 ગર્ભનિરોધકની ગોળીઓનો ઉપયોગ કરીને પરિવાર નિયોજન કરી શકાય છે. તે વણજોઈતા ગર્ભ સામે રક્ષણ આપે છે. તેના સેવનથી જાતીય સંબંધોમાં કોઈ જ ખલેલ પડતી નથી. પરંતુ શું તમે જાણો છો કે ગર્ભનિરોધક ગોળીઓનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોય છે. જો સતત અને વારંવાર તેનું સેવન કરવામાં આવે તો વાંઝિયાપણાની સમસ્યાની સાથે કેટલીક અન્ય શારીરિક સમસ્યાઓ પણ થવા લાગે છે. આ ગોળીઓના સેવનથી સ્ત્રીઓનું વજન પણ વધવા લાગે છે પરંતુ અહીં કેટલીક એવી ટિપ્સ અને જાણકારી આપી છે જેનું ધ્યાન રાખવામાં આવે તો ગર્ભનિરોધક ગોળીઓને કારણે વધતા વજનથી અને કેટલીક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

કઈ રીતે વધે છે વજન
 
કેટલીક શોધમાં આ વાત સાબિત થઈ ચૂક્યું છે કે ગર્ભનિરોધક ગોળીઓમાં રહેલું પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સની આડઅસરથી શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. આ વધેલું પાણી સ્ત્રીઓના શરીરને મેદસ્વી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આની અસર સ્ત્રીઓના આખા શરીર પર પડે છે. આના કારણે જ સ્ત્રીઓનું વુજન વધી જાય છે પરંતુ સીધી અસર સ્ત્રીઓની જાંઘ, કમર અને સ્તન પર દેખાય છે.
 
વધુ વજનવાળી સ્ત્રીઓએ ન કરવો પ્રયોગ
 

 

ગર્ભનિરોધક ગોળીઓનો પ્રયોગ વધુ વજનવાળી સ્ત્રીઓએ ન કરવો જોઈએ. ચિકિત્સક પણ હમેશાં વધુ વજનવાળી સ્ત્રીઓને ગર્ભનિરોધક ગોળીઓનું સેવન ન કરવાની સલાહ આપે છે કારણ કે આ ગોળીઓ તેમના સ્વાસ્થ્ય માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે વધુ વજનવાળી સ્ત્રીઓમાં હૃદય સંબંધી સમસ્યાઓ, લીવન, અસ્થમા, બ્લડપ્રેશર અને કમળા જેવી સમસ્યાઓ થતી હોય છે. 
 
તમારી કેલરીની તપાસ કરવી
 
સામાન્ય રીતે સ્ત્રીઓને નિયમિત રીતે 1800-2000 કેલરીની જરૂર હોય છે. પરંતુ ગર્ભનિરોધકનો પ્રયોગ કર્યા બાદ વજન વધવા લાગે તો તમારી કેલરીની માત્રાની તપાસ અવશ્ય કરાવવી જોઈએ. કોશિશ કરવી કે તમે રોજ જેટલી કેલરી લો છો તેનાથી ઓછી કરી દેવી. માત્ર એટલી જ કેલરીનું સેવન કરવું જે તમારા વજનને સામાન્ય રાખવા માટે જરૂરી છે.
 
સ્વસ્થ ખોરાકનું સેવન કરવું
 
સ્વસ્થ ખોરાકનું સેવન કરવાથી શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધે છે અને તેનાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. જેથી જે સ્ત્રીઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરે છે તેને તેમના ડાયટમાં હેલ્ધી ખોરાકને સામેલ કરવું જોઈએ. ઉચ્ચ વસાવાળો ખોરાક જેમ કે પ્રોસેસ્ડ મીટ, રેડ મીટ, માખણ, ક્રીમયુક્ત દૂધનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય તળેલા અને જંક ફુડથી તો દૂર જ રહેવું જોઈએ અને બદામ, અખરોજ, તાજા ફળ, લીલા શાકભાજીઓ વગેરેનું સેવન કરવું જોઈએ. 
 
નિયમિત કસરત કરવી જરૂરી
 
ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરવાથી ભૂખ વધારે લાગે છે જેના કારણે સ્ત્રીઓનું વજન સતત વધતું રહે છે. જેથી તેની પર નિયંત્રણ રાખવા માટે કેલરી બર્ન કરવી જરૂરી છે. જેના માટે કસરત કરવી જોઈએ. કારણ કે કસરતથી તમે વધુ ને વધુ કેલરી બર્ન કરી શકશો. આ સિવાય કસરત તમારી ભૂખને પણ નિયમિત બનાવે છે. જે સ્વસ્થ રહેવા માટે બહુ જરૂરી છે. નિયમિત રીતે 30-40 મિનટ કરવાની કોશિશ કરવી અને સપ્તાહમાં 4-5 દિવસ તો કસરત અવશ્ય કરવી જોઈએ.
 
પાણી વધુ પીવાનું રાખવું
 
પાણી પીવું તે વજન ઘટાડવા માટેનું પ્રભાવી શસ્ત્ર માનવામાં આવે છે. ગર્ભનિરોધક ગોળીઓના સેવનથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને શરીરમાં પાણીની માત્રા વધી જાય છે, જેથી સ્ત્રીઓનું વજન પણ વધી જાય છે. એવામાં પાણી પીવાનું ઓછું ન કરવું પરંતુ વધુ પાણી પીવું જોઈએ. આ સિવાય સોડિયમની માત્રામાં પણ ઓછી કરી દેવી. દરરોજ 1500 મિગ્રાથી વધારે સોડિયમનું સેવન ન કરવું. સોડિયમયુક્ત ખોરાક જેમ કે કેળા, એવોકેડા, બટાકા વગેરેનું સેવન ઓછું કરવું.
 
ચિકિત્સકની સલાહ લેવી જરૂરી
 
જો તમે ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરો છો તો તેને લેતા પહેલાં ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી કારણ કે ચિકિત્સક ગર્ભનિરોધકના સેવન વિશે સાચી સલાહ-સૂચન અને નિર્દેશન આપી ગર્ભનિરોધકનો યોગ્ય ઉપયોગની રીત બતાવે છે. જે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે જાણવું ખૂબ જ જરૂરી છે અને આનાથી ગર્ભનિરોધકના દુષ્પ્રભાવથી પણ બચી શકાય છે અને સાથે જ તેના યોગ્ય ઉપયોગથી વજન વધશે નહી અને વજન કંટ્રોલમાં રહેશે.