ગોઠણના સાંધાના દુખાવાને કાયમી દૂર કરે છે આ સારવાર પદ્ધતિ, જાણો શું છે

07 May, 2016

 ગોઠણના સાંધાના દુખાવાની ફરિયાદ આજકાલ ખૂબ જ વધતી જઈ રહી છે. પહેલાં મોટી ઉંમરે એટલે કે 60-70 વર્ષ પછીના લોકોમાં ગોઠણના સાંધામાં દુખાવાની કે ચાલવામાં તકલીફની સમસ્યા થતી હતી. પરંતુ હવે તો 40-50 વર્ષની ઉંમરમાં જ લોકોને ગોઠણના સાંધાના દુખાવાની ફરિયાદ રહેવા લાગી છે. પરંતુ આ જડ સારવાર ઓપરેશન વગર શક્ય છે. જેમા હોમિયોપેથિક દવા આશીર્વાદ સમાન છે.

 
કાયમી ઈલાજ માટે શું કરવું જોઈએ
 
આપણા વિશ્વમાં મેડિકલ વિજ્ઞાન મુખ્યત્વે એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી અને યુનાની જેવી સારવાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. દરેક પદ્ધતિની પોતાની કંઈક ખાસિયત છે. પણ ગોઠણના સાંધાના દુખાવામાં હોમિયોપેથી સચોટ સારવાર સાબિત થઈ શકે છે.
 
હોમિયોપેથીના ઈલાજમાં કોઈપણ વ્યક્તિ તકલીફ વિના નિયમિત દવાનો કાળજીપૂર્વક કોર્ષ કરીને આ સમસ્યામાંથી કાયમી છૂટકારો મેળવી શકે છે.
 
ગોઠણના દુખાવાને કારણે શારીરિક શ્રમ બિલ્કુલ બંધ થઈ જાય છે, જેના કારણે હાર્ટ સંબંધી, બ્લડપ્રેશર, ઉંઘ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા અનેક રોગો થવાની સંભાવના રહે છે.
 
ગોઠણના દુખાવાને કારણે માનસિક તકલીફો પણ થાય છે. સતત દુખાવાને કારણે ઉંઘ આવતી નથી, સ્વભાવ ચિડચિડિયો થઈ જાય છે. બહાર ન જઈ શકવાને કારણે ડિપ્રેશન અને ચાલવામાં તકલીફ પડવાથી હીનતા અનુભવાય છે.
 
હોમિયોપેથિક દવા શું છે.
 
હોમિયોપેથી દવા કુદરતી સિદ્ધાંતના આધાર ઉપર નિર્માણ પામેલી નિર્દોષ દવા છે. આ દવા વ્યકિતના રોગને દુર કરવાને બદલે તેની રોગ પ્રતિકારક શક્તિમાં વધારે છે અને વ્યક્તિને આ તકલીફ સામે લડવા સક્ષમ બનાવે છે. આનાથી શરીરની આંતરિક શક્તિનો વિકાસ થાય છે.
 
ગોઠણના સાંધાના દુખાવા માટે હોમિયોપેથિક સ્નાયુના દુખાવાને અને તોની સ્થિતિ પર વિશેષ ભાર આપી તેની કાર્યશીલતા વધારવા પ્રયત્ન કરે છે અને કાર્યશીલતા વધતાં દુખાવો દુર થાય છે.
 
જ્યારે અન્ય મેડિકલ પદ્ધતિમાં રોગ દબાય છે પણ હોમિયોપેથી વિજ્ઞાનમાં એવું ન થતાં આ સમસ્યાનો સંપૂર્ણપણે ઈલાજ થાય છે.
 
ગોઠણના દુખાવામાં હોમિયોપેથી દવા કઈ રીતે કામ કરે છે?
 
હોમિયોપેથી દવા કુદરતના સિદ્ધાંત પર નિર્માણ પામેલી હોવાથી તે અસાધ્ય અને હઠીલા રોગો જેવા કે આધાશીશી, શ્વાસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સોરાયસિસ, કોઢ, સર્વાઈકલ અને સ્પોન્ડીલોસિસ (ડોકનો) દુખાવો, કમરનો દુખાવો, સેરીબ્રલપાલ્સી, પારકીન્સન્સ ડિસીઝ, માયેસયેનીયા ગ્રેવીસ, અલ્સર, હરસ, ભગંદર, ફીસર, ગર્ભાશયની ગાંઠ, કિડનીની સમસ્યામાં ખૂબ જ અસરકારક અને અક્સીર છે.
 
દરેક મેડિકલ પદ્ધતિના કેટલાક સિદ્ધાંતો અને વિશેષતાઓ હોય છે. હોમિયોપેથિક પદ્ધતિ ઝેરનું મારણ ઝેર છે તે સિદ્ધાંત ઉપર કામ કરે છે.
 
ગોઠણના સાંધાના દુખાવા માટે હોમિયોપેથી સ્નાયુના દુખાવાને અને તેની જકડન અને સ્થિતિસ્થાપકતાને ભાર આપી કાર્યશીલતા વધારવા પ્રયત્ન કરે છે અને આ કાર્યશીલતા વધતાં દુખાવો દૂર થાય છે.
 
સામાન્ય રીતે શારીરિક તપાસની સાથે એક્સ-રે નિદાન દ્વારા પણ ગોઠણના સાંધાના દર્દીની સંપૂર્ણ સ્વસ્થતા અને તકલીફની નિર્મૂલતા તપાસવામાં આવે છે અને ખાતરી કરવામાં આવે છે.