ડાયાબિટીસ, પેટના રોગો, સંધિવાથી બચવા, 10 મિનિટ રોજ કરો 3 આ કામ

01 Nov, 2015

રોગોને ડામવા માટે આજકાલ કસરત, યોગ અને આસનો કરવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે, કારણ કે તેનાથી અનેક ફાયદાઓ પણ થાય છે. પણ મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે કઈ સમસ્યામાં કયો આસન કરવો અને કઈ રીતે કરવો. જેથી અમે હમેશાં અમારા વાચકોને જુદા-જુદા આસનો વિશે જણાવતા રહી છીએ. જેથી તેઓ પોતાના જીવનમાં આસનોને સામેલ કરી નિરોગી રહી શકે. આજે અમે ત્રણ પ્રકારના આસનોની રીત, ફાયદા અને સાવધાની વિશે જણાવીશું. જેમાં સુપ્ત વજ્રાસન, કુર્માસન અને મત્સ્યેન્દ્રાસન વિશે જણાવીશું. આ ત્રણેય આસનો નિયમિત કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. આસન હમેશા સવારના સમયે કરવા જોઈએ. આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં. મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે

સુપ્ત વજ્રાસન

સુપ્ત વજ્રાસન એ વજ્રાસનનો એક વિશેષ પ્રકાર છે. સુપ્ત નો અર્થ સૂઈને અથવા તો સૂતા સૂતા થાય છે.
 
આસનની રીત
 
વજ્રાસનમાં બેઠા પછી કોણી સુધીના હાથને જમીન ઉપર બાજુમાં મૂકીને એના પર શરીરનું વજન ટેકવો. પછી હાથને પાછળ લઈ જઈ પીઠ પર સૂઈ જાવ. આ સમયે પીઠ કમાનની માફક વળેલી રાખો અને જમીનને સ્પર્શેલી રાખો. હાથની હથેળી સાથળ પર મૂકો. આ સ્થિતિમાં ત્રીસ સેકંડથી ધીમે ધીમે અભ્યાસ થતાં દસેક મિનીટ સુધી રહી શકાય. આસનને છોડવા માટે ઉલ્ટા ક્રમમાં હાથનો ટેકો લઈ બેઠા થવું અને પછી પગને છૂટા કરી મૂળ સ્થિતિમાં લાવવા.
 
આસનના ફાયદા
 
આ આસનથી પેટના સ્નાયુઓ સંપૂર્ણપણે ખેંચાય છે. આંતરડા સ્વસ્થ રહે છે.
 
આ આસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત, અજીર્ણ વગેરે રોગો નાબૂદ થાય છે.
 
કરોડરજ્જુને લગતા દુખાવા કે અન્ય બિમારીઓનો દૂર થાય છે.
 
વજ્રાસન અને સુપ્ત વજ્રાસન પગ અને ઢીંચણના દુઃખાવા માટે આ આસન અક્સિર છે.
 
રાંજણના દર્દમાં આ આસન લાભકર્તા નીવડે છે.
 
સાવધાની
 
જેમને ગેસની ખૂબ તકલીફ હોય અને જેમના ઘૂંટણમાં દર્દ થતું હોય તેવા વ્યક્તિઓએ આ આસન કરવાથી દૂર રહેવું.


કુર્માસન
 
કુર્મનો અર્થ થાય છે કાચબો. આ આસનને કરતી વખતે વ્યક્તિની સ્થિતિ કાચબા જેવી બની જાય છે, એટલા માટે તેને કુર્માસન કહેવાય છે. આ એક સરળ આસન છે.
 
કુર્માસનની રીત
 
સૌથી પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. પછી તમારી કોણીને નાભિની બંને તરફ રાખીને હથેળીઓને મેળવીને ઉપર તરફ સીધી રાખો અને તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે શ્વાસ બહાર કાઢતા સામે તરફ નમો અને હડપચીને જમીન ઉપર સ્પર્શ કરાવો. આ દરમિયાન દ્રષ્ટિ સામે રાખો અને હથેળીને હડપચી કે ગાલ સાથે સ્પર્શેલી રાખો. થોડીવાર પછી આ સ્થિતમાં રહ્યા પછી પાછા મૂળ અવસ્થામાં આવી જાઓ.
 
કુર્માસનના ફાયદા
 
કુર્માસનને નિયમિત રીતે કરવાથી પીઠ મજબૂત બને છે. મન શાંત રહે છે અને શરીરમાં લચીલાપણું આવે છે. જો તમને ડાયાબિટીસની બીમારી હોય અને લાંબા સમયથી કંટ્રોલ ન થઈ રહ્યું હોય તો નિયમિત રીતે કુર્માસન કરો. આ આસન ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે કારણ કે તેનાથી પેક્રિયાસને સક્રિય કરવામાં મદદ મળે છે અને આ આસનથી ઉદરના રોગોમાં પણ લાભ મળે છે.


મત્સ્યેન્દ્રાસન (Spinal Twist)