રોજ ખાઓ ફક્ત 5 કાજૂ અને મળી જશે 10 કમાલના હેલ્થ બેનિફિટ્સ

21 Feb, 2017

હેલ્થ ડેસ્ક, અમદાવાદ: એક મિથક છે કે કાજૂમાં કોલેસ્ટ્રેરોલનું પ્રમાણ વધારે હોય છે. આ માટે હાર્ટ પેશન્ટ્સને માટે તે અનહેલ્ધી માનવામાં આવે છે. સાચું તો એ છે કે તેમાં કોલેસ્ટ્રોલ જરાય હોતું નથી. આ સિવાય કાજૂમાં અનેક એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે બીમારીથી બચાવવામાં મદદ કરે છે. મેદાંતા હોસ્પિટલના સીનિયર ડાયટિશ્યિન રૂપશ્રી જયસ્વાલ જણાવે છે કે રોજ 5 કાજૂ ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે.