આ વિકેન્ડમાં ઘરે જ બનાવો ઈન્દોરની સ્પેશિયલ 'ખસ્તા કચોરી'

24 Jan, 2015

સામગ્રી
250 ગ્રામ મગની દાળ
500 ગ્રામ મેંદાનો લોટ
મીઠું સ્વાદ અનુસાર
2-3 ટુકડા તજ,
3-4  ટુકડા લવિંગ
5 ગ્રામ જેટલી વરિયાળી
1 ચમચી આમચુર પાવડર
2 ટેબલ સ્પૂન ગરમ મસાલો
1 ટેબલ સ્પૂન મરચું
1 ટેબલ સ્પૂન ધાણાજીરુ
1 ટી સ્પૂન હિંગ

રીત
-મગની દાળને રાત્રે પલાળી સવારે ધોઈને વાટી દો
-એક કડાઈમાં તેલ ગરમ મુકો તેમાં હિંગ નાંખી મગની દાળ સાંતળો
-તેમાં બધો  જ સુકો મસાલો અને અધકચરી પીસેલી વરિયાળી ઉમેરો. મસાલો આગળ પડતો રાખો.
-હવે આ બધો જ મસાલો બરાબર મિક્સ થાય તે રીતે હવાલો
-આ મસાલો તૈયાર થઈ જાય એટલે તેનાં નાની નાની ગોળી બનાવી લો
-હવે મેંદાની લોટની કણક બાંધો આ કણક એકદમ નરમ રાખો તેને એક કલાક સુધી ઢાંકીને રાખો
-હવે તેને હાથથી થાપીને વાટકી આકાર બનાવો તેમાં જે ગોળી બનાવી છે તે મુકો અને કચોરી તૈયાર કરો
-હવે એક કઢાઈમાં ધીમી આંચ પર તેલ ગરમ કરો
-તેલ આવે એટલે તેમાં 4-5 કચોરી તળવા મુકો, પહેલાં તેજ આંચ પર બધી જ કચોરી તળો
-કચોરી ફુલે એટલે આંચ ધીમી કરીને ઉથલાવી દો હવે ધીમી આંચે તેને પકવા દો
-હવે આ કચોરીને કોથમીર મરચાની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.