શિયાળામાં ઘરે કેવી રીતે બનાવશો ખજૂર રોલ તે રેસિપી જાણવા કરો એક ક્લિક

02 Jan, 2015

સામગ્રી

કાળા ખજૂર - ૩/૪ કપ
ઘી - ૧/૨ ટીસ્પૂન
બદામની કતરણ -૧ ટેબલસ્પૂન
પિસ્તાંની કતરણ - ૧ ટેબલસ્પૂન
ક્રશ્ડ અખરોટ - ૧ ટેબલસ્પૂન
ખસખસ - ૨ ટેબલસ્પૂન

રીત
1. .એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર નાખી ૫થી ૭ મિનિટ શેકો.
2. ખજુર શેકાઈ જાય એટલે તેને તાપ ઉપરથી ઉતારીને બદામ, પિસ્તાં અને અખરોટ નાખી સરખી રીતે મિક્સ કરો.
3. .હવે તેના ૬ ભાગ કરી દરેક ભાગના રોલ બનાવો.
4. રોલ બની જાય એટલે તેને ખસખસમાં રગદોળી એક પ્લેટમાં મૂકી ફ્રીઝમાં ઠંડી થવા દો.
5. ખજૂર રોલ સરખી રીતે સેટ થઈ જાય એટલે તેને સર્વ કરો.