મેક્સિમ ઈન્ડિયાની હોટ વુમન લિસ્ટમાં કેટરીના ટોચ પર

26 Nov, 2014

બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી કેટરીના કૈફને મેક્સિમ ઈન્ડિયા હોટ વુમન લિસ્ટમાં ટોપ સ્થાન મળ્યું છે. તેણે ૨૦૧૨ અને ૨૦૧૩માં પણ વિશ્વની સેક્સી મહિલાઓમાં સ્થાન મેળવ્યું હતું. કેટરિના આ પહેલાં ક્યારેય ટોપ પર નથી પહોંચી પણ ટોપ ફાઈવમાં હંમેશા સ્થાન પામી છે. ૨૦૦૮માં તે મેક્સિમ ઈન્ડિયામાં ચોથા નંબરે હતી જ્યારે ૨૦૦૯માં ત્રીજા નંબરે હતી અને હવે તે પ્રથમ વાર મેક્સિમ ઈન્ડિયા હોટ વુમન લિસ્ટમાં ટોપ સ્થાને પહોંચી ગઈ છે. દિલચસ્પ વાત એ છે કે હાલમાં બોલિવૂડમાં સેક્સી અભિનેત્રી તરીકે દીપિકા પદુકોણ હોવાનું માનવામાં આવે છે પણ કેટરીનાએ તેને પાછળ છોડીને મેક્સિમ ઈન્ડિયા હોટ વુમન લિસ્ટમાં સ્થાન મેળવી લીધું છે. મેક્સિમ ઈન્ડિયાનું માનવંુ છે તે વિશ્વની પાંચ હોટ મહિલાઓના નામ વિચારવામાં આવે તો એક નામ કેટરીનાનું હોઈ શકે છે. અમને તેનું નામ સિલેક્ટ કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી છે પણ તેના ચાહકોએ તેને સેક્સી વુમન તરીકે સ્વીકારી લીધી છે કારણકે તે ભારતીય ચાહકોના દિલમા વસી ગઈ છે.