શાહરૂખની દીકરીનું દિલ આવ્યું કેકેઆરના આ ખેલાડી, શું બંને કરી રહયા છે એકબીજાને ડેટ ?

02 Jun, 2018

 સેલિબ્રેટીના બાળકો સમાચારમાં ચમકતા રહેતા હોય છે. પેપરાઝીનું ધ્યાન સેલિબ્રિટીઝના બાળકો પર લાગેલુ હોય છે તે તેના સમાચાર બનાવવામાં સમય બરબાદ નથી કરતા. હાલમાં જ આઇપીએલ પુરો થયો. આ લીગ દરમ્યાન સેલિબ્રિટીના બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી રોમાન્સ કિંગ શાહરૂખની દીકરી સુહાના. સુહાનાએ આ વર્ષે કોલકતા નાઇટરાઇડર્સના ઘણા મેચોમાં જોવામાં આવી. તેને પોતાના પિતાની સાથે આઇપીએલ ૨૦૧૮નું એકશન આનંદ લેતા જોવા મળી હતી.

કેકેઆર ફેન્ચાઇઝીના સહમાલિક શાહરૂખ ખાને પણ પોતાની ટીમને બળ આપવા માટે કોઇ કમી નથી છોડી અને દરેક સંભવ મોકા પર ટીમને જોશ આપ્યો છે. ભલે જ કેકેઆર પ્લેઓફમાં જગ્યા ન બનાવી શકી. પરંતુ શાહરૂખે પોતાની ટીમ માટે ગર્વ ભરેલો ટવીટ કયું. આ ક્રિકેટ ફ્રેન્સ સારી રીતે જાણે છે કે શાહરૂખ ખાન પોતાની ટીમના ખેલાડીઓની સાથે ઘણો લગાવ રાખે છે.
હાલમાં જ એવો રીપોર્ટ જાણવા મળ્યો છે કે સુહાના ખાન કેેકેઆરના એક ખિલાડીની ફેન બની ગઇ છે. રીપોર્ટસ મુજબ સુહાનાને આઇપીએલના મેચો પછી કેકેઆરના આ ખેલાડીને સાથે જોવામાં આવી છે. શાહરૂખની દીકરી જે ખેલાડીની સાથે વાત કરી રહી હતી. તે બીજુ કોઇ નહીં પરંતુ શુભમન ગિલ છે. જી હાં, તે એ જ શુભમન ગિલ છે, જેને અંડર-૧૯ વર્લ્ડકપમાં ધમાલ મચાવી હતી અને ત્યારપછી આઇપીએલમાં તેણે ઘણી પ્રશંસા મેળવી છે. આ પહેલો અવસર છે જયારે ગિલે આઇપીએલમાં ભાગ લીધો છે.
જણાવી દઇએ કે આઇપીએલ ૨૦૧૮ની બીજી કવાલીફાયરમાં કેકેઆરની ટીમ હારી, પરંતુ શુભમન ગીલે લાંબા સમય સુધી બેટીંગ કરતા ટીમની સ્થિતિ સંભાળવાની ભરપુર કોશિષ કરી હતી. કેકેઆરની ટીમે હારનો સામનો કરવો પડયો હતો, પરંતુ ગિલની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. સુહાના ખાન તેની ફેન્સમાંથી એક છે.
જો કે આ વાતની કોઇ પુષ્ટિ નથી કે શુભમન ગિલ અને સુહાના ખાનની વચ્ચે કોઇ સંબંધ આગળ વધી રહયો છે ? આ વાત પર પેપરાઝીનો ધ્યાન બની રહેશે. તમારે પણ રાહ જોવી પડશે કે આ બંનેની વચ્ચે રીલેશનની ખબર સાચી છે કે ખોટી ?