કરણ જોહરના વાંઢાપણાનું કારણ કરીના કપૂર?

13 Mar, 2015

ટોચનો ફિલ્મમેકર કરણ જોહર કરોડોનો માલિક હોવા છતાં અપરિણીત છે. કરણ જોહરના અપરિણીત હોવા પાછળ આડકતરી રીતે કરીના કપૂરનો હાથ છે. હકીકતમાં કરણ વર્ષોથી કરીનાનો ફ્રેન્ડ છે. કરણને કરીના જેવી જ કોઈ યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે. કરણને હજી સુધી એવી કોઈ યુવતી નથી મળી જેના કારણે તે લગ્ન નથી કરી શક્યો. આ વાતનો સ્વીકાર કરણ પોતે કરી ચૂક્યો છે.

કરણ અને કરીના બહુ લાંબા સમયથી મિત્રો છે. કરીના જ્યારે 17 વર્ષની હતી ત્યારથી કરણ તેને પોતાની ફિલ્મ માટે સાઇન કરવા માગતો હતો જે બહુ પાછળથી શક્ય બન્યું હતું. કરણ જોહરની ફિલ્મ 'કલ હો ના હો'માં કરીનાએ કામ કરવાની ના પાડતા તેમની વચ્ચે સંબંધો વણસ્યા હતા. આખરે બહુ લાંબા સમય પછી તેમની વચ્ચે સમાધાન થયું હતું.

થોડા સમય પહેલાં કરણ અને કરીનાએ એક મેગેઝિન માટે શૂટ કરાવ્યું હતું. તેમની વચ્ચે હજી સારી મિત્રતા છે. કરીના અત્યારે તો સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે.