Entertainment

Movie Review: કહાની 2

સ્ટોરી
 
ફિલ્મની સ્ટોરી વિદ્યા સિન્હા (વિદ્યા બાલન) અને તેની દિકરી મીમીની છે. તેઓ પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યા હોય છે. પરંતુ એક દિવસ અજાણ્યા લોકો દ્વારા મીમીનું કિડનેપ થઇ જાય છે. ત્યારે વિદ્યા તેની શોધમાં નીકળે છે. ત્યારે તેનું એક્સિડેન્ટ થઇ જાય છે અને તેની મેમેરી જતી રહે છે. એક્સિડેન્ટ બાદ વિદ્યા કોમામાં સરી પડે છે. ત્યારબાદ ઇન્સપેક્ટર ઇન્દ્રજીત સિંહ (અર્જુન રામપાલ) આ કેસની તપાસ કરે છે. તપાસ કરતા કેસની કળીઓ કુખ્યાત અપરાધી દુર્ગારાની (વિદ્યા બાલન) સાથે મળે છે. સ્ટોરીમાં ખૂબ જ ટ્વીસ્ટ અને ટર્ન આવે છે અને અંતતઃ એક મોટું સસ્પેન્સ બહાર આવે છે.
 

ડાયરેક્શન

 
ફિલ્મનું ડાયરેક્શન ખૂબ જ કમાલનું છે અને ખાસ કરીને ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને છેલ્લે સુધી બાંધીને રાખશે. સુજોઇ ઘોષે સિનેમેટોગ્રાફર તપન બાસુ પાસે ખૂબ જ સરસ કામ કરાવ્યું છે. ફિલ્મમાં ઇન્ટરવલ પછીનો ભાગ થોડો વધારે ઇન્ટ્રેસ્ટીંગ બની જાય છે. કારણ કે સેકેન્ડ હાફમાં ધીમે-ધીમે સસ્પેંસ ખૂલતા જાયે છે અને સ્ટોરી વધારે ઇન્ટ્રેસ્ટીંગ બને છે. ક્લાઇમેક્સ પ્રિડિક્ટેબલ લાગે છે.
 

સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ

 
વિદ્યા બાલનનું પર્ફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું. એક માં અને એક કુખ્યાત અપરાધીનું કેરેક્ટર તેણે ખૂબ જ ઉમદા રીતે નીભાવ્યું. સાથે જ તેની દિકરીના રોલમાં નાએશા ખન્નાએ પણ ખૂબ જ સરસ એક્ટીંગ કરી છે. અર્જુન રામપાલે ઇન્સપેક્ટરનો રોલ ખૂબ જ સહજ રીતે નીભાવ્યો છે. બાકીના કલાકારો જેવા કે જુગલ હંસરાજ, ખારીજ મુખર્જી, કૌશિક સેને સારુ કામ કર્યું છે. બધા જ કલાકારોનો રોલ ખૂબ જ મજબૂત છે.
 

ફિલ્મનું મ્યુઝિક

 
ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ ક્લિંટન સેરેજો દ્વારા આપવામાં આવ્યું છે.
 
Source By :

Releated Post