માત્ર ૬૦૦ રૂપિયામાં બનાવો હોમ મેડ AC, હજારો ખર્ચ કરવાની જરૂર નથી, ૧પ મિનિટ જમાવી દેશે કુલ્ફી

13 Jun, 2018

 ગરમીમાં બધા માટે એસી લઇ આવવું મુશ્કેલ છે. એટલા માટે અમે તમને ૬૦૦ રૂપિયાની રકમથી એસી બનાવવાનો ઉપાય જણાવીશુંં.

સાચુ માનો તો આ ઉપાય તમને ઘણી હદ સુધી ગરમીથી રાહત દેશે. આજે જો તમે એસી લેવા માર્કેટ જાવ છો તો ઓછામાં ઓછા ર૦ થી ૩૦ હજાર ખર્ચ કરવા પડશે. ત્યાં તમે જો દેશી કુલર લઇ આવો તો પણ ૩ થી પ હજાર રૂપિયા સુધી ખર્ચ કરવો પડે છે. જે ઉપાય આજે અમે તમને જણાવવા જઇ રહયા છી તેનાથી તમે માત્ર ૬૦૦ રૂપિયામાં ઘરે બેઠા જ એસી બનાવી શકો છો. આ માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે.
 
 

આ સસ્તુ એસી બનાવવા માટે તમારે આ બધી વસ્તુની જરૂર પડશે.

ઢાંકણાવાળી પ્લાસ્ટીકની બોટલ (૧૦૦-૧પ૦ રૂપિયા, (તેની જગ્યાએ પેઇન્ટની ડોલનો ઉપયોગ કરી શકો છો.)

નાનો પંખો (૩૦૦-૪૦૦ રૂપિયા)

પ્લાસ્ટીકની મોટી પાઇપ (શેર્લોટ પાઇપ) (૧૦૦ રૂપિયા)

કાપવા માટે ધારદાર ચાકુ(કટર/છીણી)

ચોટાડવા માટે ડચ ટેપ (ર૦-રપ રૂપિયા)

ડ્રાય બરફ (૭૦-૮૦ રૂપિયા પર કિલો)

સૌથી પહેલા પ્લાસ્ટીકનું ડોલ લો. એના ઢાંકણામાં પંખો રાખીને એટલી જગ્યા પર માર્કરથી માર્ક બનાવી લો. પછી ધ્યાનપૂર્વક માર્કરથી બનાવેલા માર્કવાળા હિસ્સાને કાપી નાખો. હવે ડોલની અંદર તરફ બે ડચ ટેપ લગાડી દો. ગુંદવાળો ભાગ અંદર તરફ રહે. જેનાથી પંખો સરળતાથી ટેપ પર ચીપકી જાય.

 

 

હવે પંખાને ડોલના ઢાંકણા પર રાખી દો જેનાથી પંખો ઢાંકણા પર લાગેલી ટેપથી ચોટી જશે. હવે ઢાંકણા અને પંખાની વચ્ચે વધેલી જગ્યા પર સારી રીતે ટેપ લગાડી દો. હવે ઢાંકણાને ડોલ પર લગાવી દો. પછી ડોલ પર ત્રણ મોટા હોલ કરી લો. હોલ એટલા મોટા હોવા જોઇએ જેમાં પાઇપ આરામથી ફીટ થઇ જાય.

હવે એક પાઇપ લઇ લો તેના ત્રણ બરાબર ભાગ કરી લો. આ ભાગોને ડોલ પર બનાવેલા હોલમાં ફીટ કરી સારી રીતે ટેપથી ચીપકાવી દો. તમને સસ્તુ એસી માત્ર ૬૦૦ રૂપિયામાં બનીને તૈયાર છે. હવે તમારું રૂમ બંધ કરી. ડોલમાં ડ્રાઇ બરફ નાખીને ફેનને ઓન કરી દો. તમારો રૂમ થોડીક વારમાં જ પુરી રીતે ઠંડો થઇ જશે.