તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી પ્રખ્યાત થયેલા જેઠાલાલની એક મહીનાની કમાણી જાણીને ઉડી જશે તમારા હોશ !!!

28 Jun, 2018

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દિલીપ જોશીને આજે ઘેર ઘેર બધા ઓળખતા થઈ ગયા છે. આ સીરિયલ માટે દીલિપ જોશીને 16 એવોર્ડ મળ્યા છે. આ શોનાં અત્યાર સુધીમાં 2 હજાર કરતા પણ વધારે એપિસોડ પ્રસારિત થઈ ગયા છે. શોમાં દર્શકોને જકડી રાખવા માટે સૌથી મોટો હાથ જેઠાલાલનો છે. તેમજ જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીનું કેરેક્ટર એટલું લોકપ્રિય થઈ ગયું છે કે તેમણે લોકો અસલી નામથી ઓછા અને કેરેક્ટરના નામથી વધારે ઓળખે છે.

 

 

તેઓ એકટિંગની સાથે સાથે મિમિક્રી માટે પણ ફેમસ છે. મીડિયા રિપોર્ટના અનુસાર, દિલીપ જોશી પોતાનું પાત્ર ભજવવા માટે એક દિવસનાં 50 હજાર રૂપિયા લે છે. એક મહીનામાં દિલીપ જોશી લગભગ 25 દિવસ શૂટ કરે છે. આ રીતે તેમની એક મહિનાની સેલેરી 12 થી 13 લાખ છે.

રિયલ લાઈફની વાત કરીએ તો દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે. તેમણે બે બાળકો છે દીકરો રિત્વિક અને દીકરી નિયતિ.