એવું તો શું છે જાણવી ના આ બેગ માં કે તેની કિંમત જાણી તમે ચોકી જશો

07 Jul, 2018

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાનવી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મ 'ધડક' થોડા દિવસોમાં જ થિયેટરોમાં રિલીઝ થવાની છે. તે પહેલા જ જ્હાનવીની ચર્ચા ચારે તરફ છે. ક્યારેક પોતાના કપડાને લઈને તો ક્યારેક પોતાની બેગને લઈને જ્હાનવી કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હવે હાલમાં જ જ્હાનવી પોતાની બેગને લઈને ચર્ચામાં છે.

 

 
જ્હાનવી કપૂર હાલમાં પોતાની ડેબ્યુ ફિલ્મ ‘ધડક' નું પ્રમોશન કરી રહી છે. હાલમાં પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે તેને મુંબઈ એરપોર્ટ પર કેપ્ચર કરવામાં આવી. જ્હાનવીએ બેજ રંગનો કૂર્તો અને કાળા રંગનો પલાઝો પહોર્યો હતો. આ સાથે તેણે કાનમાં મોટા ઝૂમખા પણ પહેર્યા હતા. પરંતુ આ બધા કરતાં સૌથી વધુ ચર્ચા જ્હાનવીના બેગની થઈ રહી છે. જ્હાનવીના આ બેગની કિંમત એટલી છે જેમાં તમે એક ગાડી ખરીદી શકો છો.
 

 
જો ગાડી ખરીદવાનું મન ના હોય તો ઓસ્ટ્રેલિયા તો આરામથી ફરી જ શકો. ઈન્ડિયા ટુડે અનુસાર જ્હાનવીનો આ કાળા રંગનું પર્સ લક્ઝરી બ્રાન્ડ શનેલનું છે. શનેલ જંબો ક્લાસિક ફ્લેપ બેગ 6,820 યુએસ ડૉલરની એટલે કે 4,69,522 રૂપિયાની છે. હવે સાડા ચાર લાખમાં વિચારો એક વ્યક્તિ એક નાની ગાડી ખરીદી શકે અથવા તો યુરોપ ફરી શકે છે.