video લગ્નમાં હરખઘેલાં થયેલાં આ લોકોનો ડાન્સ જોઈને તમે પણ ખડખડાટ હસવા લાગશો

09 Apr, 2016

 લગ્નના આયોજનમાં જેમના ઘરે લગ્ન હોય તે પરીવાર અને જેમના લગ્ન હોય તે બે વ્યક્તિ તો ઉત્સાહમાં હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેમનાથી પણ વધારે ઉત્સાહ મહેમાનોમાં દાંડીયા રાસ અને વરઘોડા સમયે જોવા મળે છે. આવા ઉત્સાહી જીવમાં એવા પણ કેટલાંક લોકો હોય છે જેમના હરખનો અતિરેક તમને હસાવી હસાવીને લોટપોટ કરી દે છે. આવા જ કેટલાક લગ્નની સંગીત સંધ્યામાં ગાંડાતૂર થયેલા લોકોનો એક વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે. જે જોયા પછી તમે પેટ પકડીને હસી પડશો. તો જોઈ લો આ અજબગજબ ડાન્સરોને...