IPL-10નો કાર્યક્રમ જાહેર: SRH-RCB વચ્ચે પ્રથમ મુકાબલો, રાજકોટમાં 5 મેચ

16 Feb, 2017


સ્પોર્ટ્સ ડેસ્ક: બીસીસીઆઇએ IPL-10નો કાર્યક્રમ જાહેર કર્યો છે. પ્રથમ મેચ 5 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને રનર્સ અપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જ્યારે 21 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. IPLની 5 મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં પણ રમાશે.
 
47 દિવસ ચાલશે ટૂર્નામેન્ટ
 
- આઇપીએલ 47 દિવસ ચાલશે અને  10 સ્થળોએ તેનું આયોજન કરવામાં આવ્યુ છે.
- કાર્યક્રમ અનુસાર દરેક ટીમ 14 મેચ રમશે, જેમાંથી સાત મેચ તે પોતાના ઘરેલુ મેદાન પર રમશે.
- આ સિઝનમાં 2011 બાદ પ્રથમ વખત ઇન્દોરમાં આઇપીએલ મેચોનું આયોજન કરવામાં આવ્યુ છે.
- જ્યારે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચના સ્થળોની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
 
રાજકોટમાં રમાશે 5 મેચ
 
- રાજકોટમાં ગત વર્ષની સરખામણીએ 2 મેચ ઘટાડવામાં આવી છે. રાજકોટમાં 5 મેચ રમાશે.
- રાજકોટ ગુજરાત લાયન્સનું હોમ ગ્રાઉન્ડ છે.
- 7 એપ્રિલે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રાજકોટમાં પ્રથમ મેચ રમાશે.