શિયાળામાં ખજૂર છે કેટલી ગુણકારી તે જાણવા માટે કરો એક ક્લિક

08 Dec, 2014

ખજૂરમાં ઘણ સ્વાસ્થ્યવર્ધક ગુણ સમાયા છે. જેને ખાવાથી શરીરમાં ઉર્જા આવે છે. આ ઉપરાંત ડોક્ટર પણ લોકોને રોજ ખજૂર ખાવાની અલાહ આપે છે. અહી સુધી કે જે લોકોને ડાયાબીટિઝ હોય છે તેઓ પણ રોજ 1-2 ખજૂરનુ સેવન કરી શકે છે. ચિંતા ન કરશો તેનાથી બ્લડશુગર વધતુ નથી. ખજૂરમાં ઘણા ગુણ હોય છે. જેની આપણા શરીરને જરૂર છે. માત્ર ખજૂરમાં જ 23 કેલોરી છે અને કોલેસ્ટ્રોલ બિલકુલ નથી હોતુ. તેથી જો તમે ડાયેટિંગ કરી રહ્યા હોય તો પણ ખજૂર આરામથી ખાઈ શકો છો.

આ ઉપરાંગ લોહીનુ ઓછુ દબાણવાળા રોગી 3-4 ખજૂર ગરમ પાણીમાં ધોઈને બીજ કાઢીને લે. તેને ગાયના ગરમ દૂધ સાથે ઉકાળી લે. ઉકાળેલ દૂધને સવાર-સાંજ પીવો. થોડા જ દિવસોમાં લો બીપીથી છુટકારો મળી જશે. અને તમે પહેલા જેવા લાલ થઈ જશો. તો મિત્રો આટલા બધા ગુણ જાણ્યા પછી શુ તમે તેના વધુ ગુણ જાણવા નહી માંગો. તો આ રહ્યા ખજૂરના ફાયદા...

કબજિયાતમાં ફાયદો - જે લોકોને કબજિયાત રહેતી હોય તેઓ રાત્રે થોડા ખજૂરને પાણીમાં પલાળી દો અને સવારે તેને સુકાવી લો. ખજૂરમાં પ્રોટીન, રેશા અને પોષણ હોય છે, જેનાથી કબજિયાતની સમશ્યા દૂર થાય છે.

રતાંધળાપણુ - ખજૂરમાં વિટામીન એ અને એંટી ઓક્સીડેંટ તત્વ જોવા મળે છે, જે રતાંધળાપણાની બીમારીમાં ખૂબ જરૂરી માનવામાં આવે છે.

ગર્ભવતી સ્ત્રી માટે : એ મહિલાઓ જે ગર્ભવતી છે અને એનીમિયાનો સામનો પણ કરી રહે છે, તેમના બાળક માટે આર્યન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને સેલીનિયમથી ભરેલ ખજૂર ખાવા ખૂબ જ જરૂરી છે. તેને ખાવાથી હીમોગ્લોબીન વધી જાય છે.

ઓસ્ટિયોયુરોસિમ : વર્તમાન સમયમાં પુરૂષોને પણ સાંધાના દુ:ખાવાની ફરિયાદ રહેવા માંડી છે. હાડકાંઓમાં દુ:ખાવો માત્ર કેલ્શિયમની ઉણપથી થાય છે. દરરોજ ખજૂર ખાવાથી કેલ્શિયમની કમી પૂરી થઈ જશે.

આંતવિકાર : જો તમને આંતવિકાર છે તો તમે ખજૂર ખાવી શરૂ કરો કારણ કે તેમા કેલ્શિયમ, વિટામિન બી5, ફાઈબર, વિટામિન બી3 પોટેશિયમ અને કોપર હોય છે, જે આ સમસ્યાને દૂર કરે છે.

દાંતની સડો રોકે છે : દાંતનો દુ:ખાવો અને તેની સડનને ખજૂર દૂર કરી શકે છે. આવુ એ માટે કારણ કે તેમા ફ્લોરિન નામનું મિનરલ હોય છે જે દાંતોની સમસ્યાને દૂર કરે છે.