આજીવન યુવાન રહેવું હોય તો દરરોજ ખાવો ટામેટાં

14 Feb, 2015

ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તને તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતા તો અહીં દર્શાવવામાં આવેલા ટામેટાના ગુણો વાંચીને તો તમે તે રોજ ખાતા થઇ જશો. આપ કાચા ટામેટાંને સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે અથવા કોઈપણ રૂપે તેનું સેવન કરી શકો છો. તેમાંથી વિટામીન એ બી તથા સી ત્રણે મળે છે. તેવું સર્વે દ્વારા જાણવા મળે છે

જો તમારા શરીરમાં લોહીની ઉપણ છે અને ચહેરો ફીક્કો પડી ગયો છે તો તમે શક્ય તેટલા વધુ ટામેટા ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઉઠશે. વિટામિન એ, બી, સી સિવાય તેમાં પોટાશ તેમજ તાંબુ હોય છે. લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.

  • ટામેટાંમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે.
  • ટામેટાંમાં પોષક તત્ત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે.
  • ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે.
  • તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા,કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે
  • ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.
  • ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.
  • ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તમે આ જીવન યુવાન રહો છો, તેમજ મેદ ઘટે છે.

Loading...

Loading...