સિંગલ લાઇફ એન્જોય કરવી છે, વાસ્તવિકતા સ્વીકારી બદલો વિચારો

25 Aug, 2015

 પ્રેમમાં જ્યારે દગો થાય છે ત્યારે માણસ તૂટી જાય છે.સાથે જ પ્રેમ પરનો તમારો વિશ્વાસ પણ ઓછો થઇ જાય છે. એવામાં તમે પોતાને એકલા હોવાનો અનુભવ કરો છો. જ્યારે તમને પ્રેમમાં દગો મળે છે ત્યારે તમે અન્ય વાતોથી પણ દૂર રહેવાની ઇચ્છા રાખો છો. આ સમયે તમે પ્રેમનું અન્ય પાસું જોવાનું ટાળો છો. હકીકત છે કે તમે રોમાંટિક લાઇફમાં પણ પોતાના વિચારોથી વધારે આગળ જવાનુ વિચારો છો. પ્રેમનું પાસું જોવાનું અહીં તમે ભૂલો છો. હકીકત એ છે કે તમારી રોમાંન્ટિક લાઇફમાં તમે તમારા વિચારોને અજમાવવાની કોશિશ કરતા રહો છો. આ એક એવો સમય છે જેમાં દુનિયા તમે ઇચ્છો છો તેવી જોવા મળે છે. અહીં તમે તેને પોતાના માટે બનાવવાની આશા રાખો છો. આજે અહીં સિંગલ રહેવાના કેટલાક ખાસ ફાયદા બતાવવામાં આવ્યા છે જેનાથી તમે તમારી લાઇફને સારી રીતે એન્જોય કરી શકો છો. તેનાથી તમે લાઇફને ફ્રીલી માણી શકો છો. 

 
વિચારોને બદલવાની કોશિશ કરો
એ નક્કી કરી લો કે તમને પોતાને કઇ રીતે રાખીને જીવવું પસંદ છે. તમારી નજરમાં તમે કોઇના શિકાર બન્યા છો કે પછી તમારા જીવનનું લક્ષ્ય અલગ છે તો તમે તે ચીજો પર ધ્યાન આપો જે અલગ હોય. તમે જે ચીજોને કંટ્રોલ કરી શકો છો તેની પર તમારું ધ્યાન રાખો. જેનું તમારા જીવનમાં મહત્વ નથી તે ચીજો પર ધ્યાન આપવાનું ટાળો. પ્રેમની શોધમાં રહેતા લોકોને માટે આ મોટો સવાલ હોય છે કે તેમના માટે આવનારી સમસ્યાઓ કઇ હોઇ શકે છે. તેમને નવા સંબંધમાં કઇ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને સાથે તેઓ એ પણ જુએ છે કે કઇ ચીજો છે જેનાથી તેઓ એકલાપણું અનુભવે છે. 
 
પ્રેમ તમારી પ્રાથમિકતા નથી
તમે તમારા ડેટિંગને માટે ક્યારેક વિચારો છો અહીં તમે નિયમિત રીતે ડેટ પર જતા નથી. અહીં તમારી પ્રોફેશનલ લાઇફ, જિમ અને અન્ય કામમાં સ્વયંને વ્યસ્ત રાખો છો. તમારા પ્રેમને પ્રાથમિકતા આપવાનું ભૂલો છો અને સાથે પોતાના જીવનને પહેલાંથી જ નક્કી કરીને રાખો છો. આ સમયે તમારી પ્રાયોરિટીમાં અન્ય કોઇનો વારો આવતો નથી.
 
હાલ સુધી એક્સ પર અટકેલા છો
આ સમસ્યા ખાસ કરીને અસ્વીકાર કરનારા લોકોની સાથે જોવા મળે છે. અહીં તેઓ અંતરંગ સંબંધમાં અસહજ જોવા મળે છે. તે સાથીને દૂર કરે છે અને સાથે તેમનો સંબંધ પણ અહીં ખતમ થઇ જાય છે. તેઓ એ વાત પર વિશ્વાસ રાખે છે કે તેમનો સંબંધ લગભગ ખતમ થઇ ગયો છે. તેમના સંબંધની સારી યાદોને તેઓ યાદ કરે છે અને તેમની નજરમાં આ બગડેલા સંબંધો એક સારા અને નવા સંબંધની શરૂઆત હોઇ શકે છે. તેઓ નવી વ્યક્તિની સાથે પોતાના એક્સની તુલના કરે છે અને સાથે તેની સાથે રહેવા ઇચ્છતા નથી. જો તમે આગળ વધતા નથી તો તમારી સાથે કોઇ રહેતું નથી, તમારે તમારા વિચારોને બદલવાની આવશ્યકતા છે.
 
પ્રેમ દરેક પર હાવી થાય છે
કેટલાક ઇશારા અહીં એવું બતાવે છે કે તમે એવી વ્યક્તિની સાથે છો જે પ્રેમને લઇને ગંભીર નથી. ક્યારેક સંબંધોને પૂરા અને સંપૂર્ણ કરી શકતા નથી. તમારા સાથી આ પ્રકારના સંકેત આપે છે, તેઓ વારેઘડીએ રોમાંસને માટે સ્પેસ માંગે છે, શું તમે આ સંબંધમાં રહેવાને માટેની ઇચ્છા રાખો છો કે જેમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બને છે. અહીં તમારે આગળ વધવાની આવશ્યકતા છે. માણસ એકલા રહેવાને માટે પણ સક્ષમ હોય તે આવશ્યક છે. 
 
આત્મવિશ્વાસની ઊણપ ન રાખો
દરેક સમયે પોતાને લઇને આત્મવિશ્વાસ કેળવો, દરેક વખતે એ જરૂરી નથી કે તમને કોઇ મિરરની જરૂર રહ્યા કરે, તમને તેમાં જે દેખાય છે તે સાચું છે એવો મત પણ રાખવો નહીં, સૌથી સુંદર લુક અને સારી વર્તણુંક પણ તમને પરેશાન કરી શકે છે. અહીં દોડો, વજન ઉઠાવો, યોગા કરો અને સ્વસ્થ રહો તે આવશ્યક છે. તમે ફિટ રહો છો અને સાથે તમે વજન પણ ઓછું કરી શકો છો. સૌથી આવશ્યક છે કે તમે પોતાને પ્રેમ કરો. તમે ખરેખર સુંદર છો અને તમારે પોતે પોતાને સમજીને તેની પર વિશ્વાસ કરવાની આવશ્યકતા છે. તમે જ્યારે પોતાની પર વિશ્વાસ કરો છો ત્યારે તમે અન્ય પર પણ વિશ્વાસ કરી શકો છો.
 
સ્વયંને શોધતા રહો
જ્યારે તમારા જીવનમાં બદલાવ આવતા રહે છે ત્યારે તમે તમારી નવી જોબ શોધો, નવા શહેરમાં શિફ્ટ થાવ કે અન્ય નવું કામ કરી રહ્યા હોવ ત્યારે આ દરેક ચીજમાં તમને સિંગલ હોવાનો ફાયદો મળ્યા કરે છે. થોડાઅંશે તમે સાચા પણ હોઇ શકો છો. તમને એમ લાગે છે કે તમે પોતે સ્થિર નથી તો તમારા સાથીને પણ તેમાં સામેલ ન કરો. આ સમયે નવી સ્થિતિમાં સારી રીતે ઓતપ્રોત થવાનું વિચારો અને બાદમાં આગળ વધો. 
 
મેળવવાને માટે કરો છો મહેનત
જ્યારે કોઇ તમને બહાર જવાને માટે કહે છે ત્યારે તમે બીઝી હોવાનું બહાનું કરો છો અને તમે એમ બતાવો છો કે તમને કોઇની ચિંતા નથી. વાસ્તવમાં તો તમને તેમની ચિંતા હોય છે. એવી વાતો કરીને તમે મિસ્ટર કે મિસ રાઇટને શોધવાનું નક્કી કરો છો તે તમારા માટે મુશ્કેલ બને છે. તમે એ લોકોની નજીક આવી શકો છો જે તમને નાખુશ કરે છે.
 
કમિટમેન્ટ
પુરુષોને કમિટમેન્ટથી ડર લાગે છે. મહિલાઓ ખાસ કરીને તેને માંગતી રહે છે. સંબંધોમાં જ્યારે પહેલેથી લોકો પોતાના વિચારોને બનાવીને આગળ વધે છે ત્યારે તેમના સંબંધ પર અસર થતી જોવા મળે છે. રિલોશનશીપને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. 1. સુરક્ષિત- આ સંબંધમાં રહેનારા પ્રેમ કરનારા હોય છે. અહીં અંતરંગ સંબંધો ઘણા સારા અને સહજતાભર્યા જોવા મળે છે. 2. ચિંતિંત - આ પ્રકારના લોકો નજીક તો આવે છે પણ પ્રેમમાં તેમને નિરાશ થવાનો ડર રહ્યા કરે છે. 3. અસ્વીકાર કરનારા - આ લોકો અંતરંગપળોને સંપૂર્ણ રીતે નકારી દેનારા હોય છે. અહીં તેઓને માટે પોતાની આઝાદી મુખ્ય હોય છે. સૌથી સારો સંબંધ સુરક્ષિત રીતે રહેનારા સંબંધોનો ગણવામાં આવે છે. મહિલાઓ પુરુષોને માટે આ સંબંધ ઇચ્છે છે.