નિઃસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ IVF ટ્રીટમેન્ટ વિષે જાણીયે

05 Mar, 2018

આઇ.વી.એફ. (ટેસ્ટ ટયુબ બેબી)ને લગતા આપણને મુંઝવતા પ્રશ્ર્નોના જવાબ.

- શું બધાને ટેસ્ટટયુબ બેબીની જરૂર પડે છે ?
નહીં, ઘણા દંપતિને યોગ્ય કારણની તપાસ કરી ઘણીવાર સાદી સારવાર જેવી કે આઇ.યુ.આઇ. કે નળી ખોલવાથી વગેરેથી રીઝલ્ટ મળી શકે છે માટે યોગ્ય નિદાન યોગ્ય સમયે કરવું જરૂરી છે.
 
- ટેસ્ટટયુબ બેબી તો મોટી ઉંમરે જ કરાવાય ?
ઘણીવાર ટેસ્ટટયુબ બેબીની સારવાર ગર્ભાશયની બંને નળી બ્લોક હોય, પતિના વીર્યના કણોની સંખ્યા ખુબ ઓછી હોય, પી.સી.ઓ.એસ. વગેરે માટે નાની ઉંમરે પણ ટેસ્ટટયુબ બેબીની જરૂર પડી શકે. માટે આમાં ક્ષોભ અનુભવ્યા વગર યોગ્ય સમયે યોગ્ય સારવાર કરાવી લેવી જોઇએ.
 
- ટેસ્ટટયુબ બેબીમાં તો ઘણો ખર્ચ થાય ?
ટેસ્ટ ટયુબ બેબી એટલે કે દંપતીના(પતિ અને પત્નીના) બંનેના કણોને મેળવી અને લેબોરેટરીમાં તૈયાર ૩ કે પ દિવસનો ગર્ભ (બાળક) બનાવવાની સારવાર, સ્ત્રીના બીજ બનાવવા અને વિકાસ કરવાની પદ્ધતિ જ ઘણી ખર્ચાળ હોય છે. પરંતુ તેના રીઝલ્ટ મળવાની શકયતા પણ બીજી બધી સારવાર કરવા વધારે હોય છે. આથી તેનો ખર્ચ પણ વધારે હોય છે.
 
- ટેસ્ટટયુબ બેબીમાં ૧૦૦ % રીઝલ્ટ મળે ?
ટેસ્ટટયુબ બેબીમાં લેબોરેટરીમાં ગર્ભ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનું પત્નીના ગર્ભાશયમાં આરોપણ કરવામાં આવે છે અને તેના વિકાસની દવા આપવામાં આવે છે. જેમ કે બીજને જમીનમાં વાવેતર કરી અને ખાતર નાખવામાં આવે છે. પરંતુ તેનો વિકાસ જમીન પર (ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ) કુદરત પર છે. આથી ટેસ્ટટયુબ બેબીનો સફળતા દર ૫૦ % જેટલો હોય છે.
 
- ટેસ્ટટયુબ બેબીમાં ટવીન્સ કે ટ્રીપલેટ બાળકો જ આવે ?
ટેસ્ટટયુબ બેબીમાં ગર્ભ બનાવવો આપણા હાથની વસ્તુ છે. પરંતુ તેનો વિકાસ કુદરતના હાથમાં હોવાથી ગર્ભાશયમાં ર કે ૩ ગર્ભ મુકવામાં આવે છે. જેથી રીઝલ્ટ વધુ મળી શકે પરંતુ કયારેક ર કે ૩ ગર્ભ પણ રહી શકે.
 
- શું ટેસ્ટટયુબ બેબી બાદ ખોડખાંપણ વાળા બાળકો આવે ?
ના, ખોડખાંપણ વાળા બાળક આવવાની શકયતા કુદરતી રીતે પ્રેગનેન્સી રહયા બાદ જેટલી હોય છે તેટલી જ ટેસ્ટટયુબ બેબી કર્યા બાદ પણ શકયતા રહે છે.
 
- માસીક જતા રહયા બાદ શું સ્ત્રીઓમાં બાળક રહેવાની સંભાવના રહે છે ?
હા, માસીક સ્ત્રાવ બંધ થયો એટલે કે ઉંમરનાં હિસાબે સ્ત્રીના બીજની કોથળીની કેપીસીટી પુરી થઇ ગણાય જેથી હોર્મોનના અભાવના હિસાબે ગર્ભાશય પણ પોતાનું કાર્ય બંધ કરી દે છે. અને માસીક બંધ થઇ જાય છે. આવા કેસમાં હોર્મોનની મદદથી માસિક સ્ત્રાવ ચાલુ કરી અને સ્ત્રીબીજ દાનમાં લઇ ટેસ્ટટયુબ બેબીન મદદથી પોતાનું બાળક રાખી શકે છે.
 
- પતિનાં વીર્યના કણોની સંખ્યા ઝીરો હોય તો પોતાનું બાળક રહી શકે ?
હા, ટેસ્ટટયુબ બેબીન મદદથી પતિના શુક્રપિંડમાં સોય દ્વારા થોડા વીર્યના કણ મળે તો પણ તેની મદદથી ગર્ભ બનાવી અને પ્રેગનેન્સી રાખી શકાય છે.
 
- ટેસ્ટટયુબ બેબી કરાવ્યા બાદ સાવ આરામ કરવો જરૂરી હોય છે ?
ટેસ્ટટયુબ બેબી કરાવ્યા બાદ દર્દી પોતાનું કામ જાતે કરી શકે છે. ભારે વજનવાળું કામ ના કરી શકાય.
 
- બંને નળી બ્લોક હોય તો બાળક રહે ? ટેસ્ટટયુબ બેબી થાય ?
ટેસ્ટટયુબ બેબીમાં તો સ્ત્રીબીજ બન્યા બાદ બીજ ને સોનોગ્રાફીની મદદ વડે શરીરની બહાર કાઢવામાં આવે છે અને લેબોરેટરીમાં જ ગર્ભ બનાવવામાં આવે છે.
 
- ટેસ્ટટયુબ બેબીની સારવાર માટે આજકાલ ઘણા કેન્દ્રો ખુલેલા છે. આમાંથી કયા કેન્દ્રોમાં જવાથી મને સંતોષકારક સારવાર મળશે અને મારા પૈસાનું પુરુ વળતર મળશે એ હું શાના આધારે નકકી કરી શકું ?
આનો આધાર ૪ બાબતો ઉપર છે. 
૧. સારવાર કરનાર ગાયનેકોલોજીસ્ટ/ઇન્ફર્ટીલીટી સ્પેશ્યાલીસ્ટના જ્ઞાન અને અનુભવ.
ર. IVF સેન્ટરમાં ગુણવતા નિયંત્રણનું સ્તર
૩. એમ્બ્રીયોલોજીસ્ટના જ્ઞાન અને અનુભવ.
૪ IVF સેન્ટરમાં પ્રેકટીસનું ધારણ કેટલું નૈતિક-ઉચિત છે.
 
IVF(ટેસ્ટટયુબ બેબી)ની સારવાર કેટલીવાર કરી શકાય ?
-IVF (ટેસ્ટટયુબ બેબી)માં બાળક રહેવાની શકયતા દર્દીની ઉંમર, સ્ત્રીબીજ અને પુરૂષબીજની ગુણવતા અને ગર્ભાશય પર રહેલી છે.
- જો આ બધુ બરાબર હોય તો બાળક રહેવાની શકયતા ૫૦ થી ૬૦ ટકા જેટલી હોય. આ સારવાર સગવડ મુજબ ૨-૩ વખત કરાવી શકાય.