iPhoneથી કરી શકાય છે આ 10 કામ, ન જાણતા હોવ તો કરો ટ્રાય

17 Oct, 2015

એપલ કંપનીએ આજે ભારતમાં પોતાના લેટેસ્ટ હેન્ડસેટ આઇફોન 6S અને 6S પ્લસને લૉન્ચ કરી દીધા છે અને તેનુ વેચાણ પણ ચાલું થઇ ગયું છે.
 
તમે આઇફોન યૂઝર્સ હોવ અને નવો આઇફોન ખરીદવા ઇચ્છતા હોય તો અમે તમને આઇફોન્સ કેટલાક એવા ફિચર્સ વિશે માહિતગાર કરાવીએ છીએ જેનાથી તમે કેટલાક ખાસ કામ કરી શકો છો. divyabhaskar.com તમને બતાવે છે iPhoneના આ 10 ફિચર્સ વિશે.

1. એલર્ટ
 
કેટલાક લોકો પોતાના ફોનને સાયલન્ટ મોડમાં રાખે છે અને ક્યારેક ભૂલી પણ જાય છે, જો તમારી સાથે પણ આવુ બનતુ હોય તો. આવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તમે તમારા આઇફોનની મદદથી આ કામ કરી શકો છો. આઇફોનમાં LED લાઇટ એલર્ટનું ફિચર આપ્યું છે. આ ફિચરને તમે ઓન રાખશો તો જ્યારે પણ કૉલ કે મેસેજ આવશે ત્યારે આ LED લાઇટ ફ્લેશ થવા માંડશે અને તમને એલર્ટ મળશે.

2. ફાસ્ટ ચાર્જિંગ

ફોનને ફાસ્ટ ચાર્જિગ કરવા માટે હંમેશા જ્યારે ચાર્જરથી કનેક્ટ કરો ત્યારે એરોપ્લન (Airplane) મૉંડમાં ઓન કરી દો. આમ કરવાથી ફોન ઝડપથી ચાર્જ થશે.

3. પાસવર્ડ

તમને ન્યૂમેરિકલ પારવર્ડ યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો તમે ફોનમાં લેટર્સ પાસવર્ડ પણ રાખી શકો છો.


4. માથુ હલાવીને ફોનને કન્ટ્રોલ કરવો
 
ફોનના કેટલાક ફિચર્સને તમે હેડ જેસ્ટરથી પણ યૂઝ કરી શકો છો. આઇફોનનું આ ફિચર્સ અન્ય ફોન કરતા વધુ સ્માર્ટ બનાવે છે.
 
આવી રીતે કરો સેટિંગ્સ

General>> Accessibility>> Switches>> Add New Switch>> Camera>> Right Head Movement
 
ત્યારપછી Accessibilityમાં જઇને સ્વિચ કન્ટ્રોલને ઓન કરી દો. હવે જ્યારે તમે Siriનો યૂઝ કરો ત્યારે પોતાનું માથુ જમણી બાજુમાં હલાવો.

5. બેનર નોટિફિકેશનથી છુટકારો
 
ક્યારેક એવું બને જ્યારે તમે કોઇને ફોનમાં કંઇક બતાવી રહ્યા હોય અને તમારો પર્સનલ મેસેજ ફ્લેશ થઇ જાય. આવું થાય ત્યારે શરમનો સામનો કરવો પડે છે. ફોન સ્ક્રીનની ઉપરની બાજુએ એક એક મેસેજ ફ્લેશ થાય છે આને બેનર નોટિફિકેશન કહે છે. આ નોટિફિકેશનને બંધ પણ કરી શકાય છે. આના માટે તમારા આઇફોનના સેટિંગ્સમાં જાવા ત્યાં Notifications ઓપ્શન પર જઇને આને ડિસેબલ કરી દો. આમા કરવાથી આ ઓપ્શન બંધ થઇ જશે.

6. હેડફોનથી ફોટો ખેંચો
 
iPhoneમાં હેડફોનની મદદથી ફોટો પણ ખેંચી શકાય છે. આના તમારે હેડફોનના વૉલ્યુમ અપ અથવા તો વૉલ્યુમ ડાઉન બટનને પ્રેસ કરવું પડશે.

7. શેક ઇટ ટુ ઇરેજ ઇટ

તમે કોઇ ખોટુ ટાઇપ કરી દીધું હોય તો તેને તમે તમારા આઇફોનથી ઇરેજ પણ કરી શકો છો, આ માટે તમારે ફોનને શેક કરવો પડશે.

8. સ્લાઇડ ટુ ગો બેક

iPhoneમાં એક એવું ઇનબિલ્ડ ફિચર્સ છે જેની મદદથી તમે બેક જઇ શકો છો. આ માટે તમારે ફક્ત સ્ક્રીનને રાઇટમાં સ્લાઇડ કરવી પડશે.


9. શોર્ટકટ

તમે જે ટેક્સ્ટ, ઇમેઇલ અને કહેવતોનો વધારે યૂઝ કરતા હોય તેના શોર્ટકટ પણ બનાવી શકો છો. આમ કરવાથી તમારો સમય બચી જશે. 

આમ કરો સેટિંગ્સ

Settings>> General>> Keyboard>> Shortcuts>> Add New Shortcut


10. સીરી

સીરીને મેલ અને ફિમેલ વૉઇસમાં યૂઝ કરી શકાય છે. આના માટે તમારે iPhoneમાં સેટિંગ્સ કરવી પડશે.
 
આવી રીતે કરો સેટિંગ્સ

Settings>> General>> Siri>> Voice Gender
 
આમ કર્યા પછી તમે સીટીને મરજી મુજબ મેલ અથવા ફિમેલ વૉઇસમાં સાંભળી શકશો.