જમીનમાંથી નીકળે છે ગરમ પાણી, વિન્ટેજ બાથટબમાં નહાવા આવે છે લોકો

30 Dec, 2015

 અમેરિકાના ઊટા પ્રાંતમાં મોનરેમાં એક એવી જગ્યા આવેલી છે જ્યાથી ગરમ પાણી નીકળે છે. લોકોમાં આ જગ્યા એટલી પોપ્યુલર છે અનેક લોકો અહી નહાવા આવે છે.

અહીના પાણીનું ટેમ્પરેટર 75 ડિગ્રી હોવા છતાં લોકો આમાં કેવી રીતે નહાતા હશે?
જમીનમાથી નીકળતા પાણીનું ટેમ્પરેચર 75 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. પરંતુ લોકો તેમાં સ્નાન કરી શકે તે માટે તેને 37થી 43 ડિગ્રી સુધી ઠંડુ કરીને વિન્ટેજ બાથટબ સુધી પહોંચાડવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ પાણી એકદમ સાફ અને ખનિજ-ક્ષાર સહિતનું હોય છે.
 
સ્નાન માટે 8 વિન્ટેજ બાથટબ બનાવાયા છે
લોકોના નહાવા માટે પહાડના ટૉપ પર 8 વિન્ટેજ બાથટબ મૂકવામાં આવ્યાં છે. તેમને રોજે સાફ કરીને તેમાં તાજુ પાણી ભરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારમાં બનાવેલા પૂલને અઠવાડિયામાં બે વખત સાફ કરવામાં આવે છે.
 
આની સાથે જોડાયેલા ફેક્ટ્સ
- આ જગ્યાનું અસલી નામ મોનરે હૉટ સ્પ્રિંગ હતું પણ એ પછી તેનું નામ માઈસ્ટિક હૉટ સ્પ્રિંગ નામ આપવામાં આવ્યું છે.
 
- 1882માં આ વિસ્તારમાં રહેતા થૉમસ કૂપર અને તેની પત્નીએ લાકડાના બોક્સ બનાવીને તેને સોકિંગ પૂલના રૂપમાં વાપરવાની શરૂઆત કરી હતી.
 
- 1905માં આને મોટું રૂપ આપવામાં આવ્યું અને ડાન્સ ફ્લોર સાથેનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ બનાવાયો. જેમાં અનેક ડ્રેસિંગરૂમ પણ બનાવાયા છે.
 
- અહીં ડાન્સિંગ, સોકિંગ અને સ્વિમિંગનો આનંદ માણવા માટે માઈલો દૂરથી લોકો પોતાના ઘોડા અને બગ્ગીઓમાં બેસીને આવે છે.
 
- આ પ્રોપર્ટીના માલિકનું નામ માઈક ગિન્સબર્ગ છે, તે આને છેલ્લાં 19 વર્ષથી ચલાવી રહ્યાં છે.