આમિરની જેમ હૃતિક પણ થશે ન્યૂડ

09 Mar, 2015

અભિનેતા આમિર ખાને પીકેના પોસ્ટરમાં ન્યૂડ પોઝ આપીને  બોલીવુડમાં ખલબલી મચાવી દીધી હતી. હવે હૃતિક રોશન પણ આમિરના આ જ કિમીયાને અપનાવાનો છે. તે આશુતોષ ગોવારીકરની આવનારી ફિલ્મ 'મોહનજો દરો'માં કંઈક આવું જ કરવાનો છે. સૂત્રોથી જાણવા મળ્યું છે કે તે આ ફિલ્મમાં ન્યૂડ પોઝ આપવાનો છે .

આ ફિલ્મ ઈંડસ વેલી સિવિલાઈઝેશનના સમયને દર્શાવાશે અને આમાં હૃતિક પોતાની હોટ બોડી બતાવશે. જાણમાં આવ્યું છે કે ફિલ્મનો શરૂઆતી ભાગ ધણાં લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે. એ આમિરના પીકે જેવા લુકમાં જોવા મળશે.

આશુતોષ હૃતિકના લુકને ધણું જ ધ્યાન આપી રહ્યાં છે. આ ફિલ્મમાં હૃતિક ઓછો મસક્યુલર અને વધારે ફૂર્તિલો દેખાય તેવી કોશિષ કરે છે. ખબર એ પણ છે કે આ ફિલ્મ માટે પરફેક્ટ બોડી મેળવવા માટે હૃતિકે ત્રણ મહિના સુધી અમેરિકી ટ્રેનર જોશુઆ કાયલી બેકર સાથે ટ્રેનિંગ લીધી છે.