ટીનેજર્સ દીકરીઓ ને જ્ઞાન આપવું જોઈએ કે તે કઈ રીતે બ્રા ની ખરીદી કરવી જોઈએ.

21 Feb, 2018

માતા ની પ્રથમ જવાબદારી એ છે કે દીકરી મોટી થઇ ત્યારે તેને તેના શરીર ના ફેરફાર અંગે માહિતગાર કરે. જેમકે માસિક ચક્ર ની માહિતી આપે જેથી તે સંકોચ અને શરમ ની લાગણી ના અનુભવે. તેવી જ રીતે ધીમે ધીમે સ્તન નો વિકાસ થઇ ત્યારે બીજા દ્વારા અપાતી ખોટી માહિતી ને કારણે દીકરી મુંજારો અનુભવે તેના કરતા માતા એ જ નિખાલસતા થી બધી વાતો કરવી જોઈએ. 

 
આજે અપને પ્રથમ વાર તમે બ્રા ની ખરીદી કરતા હોવ ત્યારે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ તે વિષે ચર્ચા કરીશું. 
 
જાહેર માં શરમ ના અનુભવવી પડે તે માટે પૂરતું જ્ઞાન આપી દીકરી ને કમ્ફર્ટ થઇ તે મુજબ બ્રા ની પસંદગી કરવી જોઈએ જેમકે બ્રા ખરીદવાની કોઈ ઉમર નથી હોતી, શારીરિક વિકાસ ની સાથે સાથે જેમ જરૂરિયાત ઉભી થઇ તેમ લેવાની હોઈ છે. સ્તન નો ઉભાર દેખાવા લાગે ત્યારે , 12 થી 14 વર્ષ ની ઉંમરે પ્રથમ વાર બ્રા ની જરૂરિયાત ઉદ્ભવતી હોઈ છે. ઓનલાઇન ખરીદી કરતા ટ્રાઈ કરી ને જે કમ્ફર્ટ લાગે તે મુજબ લઇ શકાય. 
 
ફૂલ લેન્થ ની સ્પોર્ટ્સ બ્રા સૌ પ્રથમ પસંદગી હોઈ છે. વધુ પડતા પેડેડ વિકલ્પ માં ઘણી વાર સામે વાળા ની જોનાર ની દ્રષ્ટિ એ સંકોચ ફીલ  થઇ શકે છે. સારા ફોર્મ વળી નીપલ ને કવર કરી શકે તેવા કોટન ના પેડ વળી બ્રા સૌથી સારી ગણી શકાય. પહેલી વાર પહેરતી વખતે બ્રા ના બેલ્ટ પણ બરોબર લંબાઈ ના છે તે ખાસ ધ્યાન રાખવું.

Loading...

Loading...