ટ્રાયલ રૂમમાં જતા પહેલા આટલું કરશો તો નહીં બને તમારો MMS!

26 Mar, 2015

આજકાલ શોપિંગ સ્ટોરના ટ્રાયલરૂમમાં ખોટી રીતે વીડિયો ક્લિપ બની રહી છે. રોજ સમાચારોમાં આ પ્રકારની ઘટના સામે આવે છે. આ રીતે યુવતીઓની વીડિયો ક્લિપ બનાવીને તેને ઇંટરનેટ પર પોસ્ટ કરી દેવામાં આવે છે અથવા તો તેના આધારે યુવતીને બ્લેકમેલ કરવામાં આવે છે, જેને કારણે યુવતીઓ આત્મહત્યા પણ કરી લે છે. એટલા માટે હાલમાં ફેસબુક પર મહિલાઓ અને યુવતીઓને સાવધાન કરવા માટે Puja singh નામની એક પોસ્ટ વાયર થઇ રહી છે. જેમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ટ્રાયલ રૂમમાં લાગેલા ગુપ્ત કેમેરાની ભાળ કેવી રીતે મેળવવી અને કપડા ચેંજ કરતી વખતે કંઇ બાબતોનો ખ્યાલ રાખવો. આ રીતે શોધો ગુપ્ત કેમેરો આ પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ટ્રાયલ રૂમમાં લાગેલા ગુપ્ત કેમેરાને શોધવા માટે સૌથી પહેલા તમારા ફોન પરથી એક કોલ કરીને જોવાનું જો ફોન પર વાત થતી હોય તો ઠીક છે પણ જો ફોનમાં વાત કરવામાં તકલીફ થાય તો સમજવું કે દાળમાં કંઇ કાળુ છે. કારણ કે જો ટ્રાયલ રૂમમાં ગુપ્ત કેમેરો લાગેલો હશે તો તેના ફાઇબર ઓપ્ટિકલ કેબલ મોબાઇલના સિગ્નલ ટ્રાંસફરમાં ખલેલ પહોંચાડશે.
 
તાત્કાલિક ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળી જાવ એટલા માટે આવું આપની સાથે થાય તો તાત્કાલિક ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળીને શોપિંગ સ્ટોર વાળા સાથે આ મુદ્દે વાત કરો. જો વાતનો નિવેડો ના આવે તો તાત્કાલિક પોલીસને ફોન કરી દો, એવું કરવાથી આપ આપની સાથે સાથે બીજી ઘણી યુવતીઓની ઇજ્જત બચાવી શકશો. શરમ છોડીને તાત્કાલિક એક્શન લો Pooja Singh નામની આ પોસ્ટ હાલમાં ફેસબુક પર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ પર ઘણા બધા લોકોએ શેર કર્યું અને કોમેન્ટમાં આભાર પણ માન્યો.