પાર્ટનરને ખુશ કરવા રોજ રાતના કરો આ પ કામ

28 Feb, 2018

વ્યસ્ત લાઇફમાં ચાલતા આજકાલના લોકો પાસે એટલો સમય નથી કે તે પોતાના પાર્ટનર અથવા પરિવારને થોડો સમય આપી શકે. જેનાથી સંબંધોમાં કયારેક દુરીયા આવવા લાગે છે અથવા પછી ધીરે ધીરે સંબંધ તુટવા લાગે છે. જો તમારી સાથે પણ કંઇક આવું થઇ રહયું છે તો ઘબરાતા નહીં બસ રોજ રાતના આ પ કામ કરીને તમારા પાર્ટનરને નજીક લાવો.

ભોજન
હંમેશા કોશિષ કરો કે તમે તમારા પાર્ટનરની સાથે જ રાતના ડિનર કરો. દિવસભર કામની વ્યસ્તતાની વચ્ચે ભલે તમને એકબીજા માટે સમય ન મળે પરંતુ રાતના બધા કામ પતાવ્યા પછી ડાઇનીંગ ટેબલ પર એક સાથે નિરાંતના બે પળ જરૂર વીતાવી શકો છો.
પ્યારથી વાતો
જો તમે ઇચ્છો છો કે તમારા પાર્ટનર તમારી ભાવનાઓની કદર કરે તો તમારે પણ તેને પ્રેમથી વાત કરવી જોઇએ. હંમેશા કોશિશ કરો કે મોટામાં મોટા વિવાદ પણ રાતના પ્રેમથી વાત કરીને સોલ્વ થઇ જાય.
સ્પેશ્યલ ફીલ કરાવો
તમારા પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવો. તેને બતાવો કે તમે તેનાથી કેટલો પ્રેમ કરો છો. સાથે જ તમને એની બહુ ચિંતા પણ રહે છે. એવુ તમે તેની ફેવરીટ ડીશ બનાવીને પણ બતાવી શકો છો.
કંજુસી ન કરો
આઇ લવ યુ બોલવામાં જરાય કંજુસી ન કરો. જયારે સમય મળે ત્યારે તરત જ બોલી દો. આ માત્ર એક શબ્દ નથી પરંતુ બીજા માણસને અહેસાસ દે છે કે તમે તેને મિસ કરી રહયા છો. બધાથી જરૂરી વાત આ માટે તમારે ફ્રી થવાની રાહ નથી જોવાી જયારે સમય મળે ત્યારે તરત જ બોલી દો.