બોરિંગ સેક્સ લાઇફને મજેદાર બનાવવા અપનાવો આ 11 ટિપ્સ!

19 Jan, 2016

 રોજિંદી આદતોમાં રહેલી ખામીઓને બહાર કાઢી તમે પણ તમારી સેક્સ લાઇફને મજેદાર બનાવી શકો છો. જો તમે તમારી રોમેન્ટિક લાઇફને વન નાઇટ સ્ટેંડની જેમ રોમાંચક મહેસુસ કરવા ઈચ્છતા હોવ તો અપનાવો આ ટિપ્સ...

 
સેક્સ લાઇફ
 
લગ્નજીવનમાં સેક્સની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. મસ્તીભર્યુ અને રોમાંચક સેક્સ જીવન દરેક કપલના જીવનમાં ખુશીઓ લાવે છે. પરંતુ જો કેટલાક કારણોસર સેક્સ લાઇફમાં કંટાળો અને નિરસતા ઉત્પન્ન થવા લાગે, જેના લીધે લગ્નજીવનમાં તણાવ વ્યાપી ગયો હોય તો અહીં જણાવેલા ઉપાયને અપનાવી સંબંધોને મધુરા બનાવી શકાય છે. તેના માટે જરૂરી છે તમારી રોજિંદી આદતોમાં રહેલી ખામીઓને બહાર કાઢો જેથી સેક્સને વન નાઇટ સ્ટેંડની જેમ જ રોમાંચક બનાવી શકાય.
 

 
પાર્ટનરની સાથે ક્લબ જાવ
 
સેક્સની મજા ત્યારે જ આવે છે જ્યારે તમે અને તમારો પાર્ટનર એકબીજાની નજીક આવો એટલે જરૂરી છે કે જેમ તમને બંનેને સમય મળે તમે તમારા પાર્ટનરની નજીક આવવાનો પ્રયાસ કરો. જો રોજિંદી જીવનશૈલીમાં આવું કરવું શક્ય ન હોય તો વીકેંડમાં ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવો. આ માટે ક્લબ સારું ઓપ્શન રહેશે. પસંદીદા મ્યુઝિક પર ડાંસ કરવો અને મ્યુઝિક દરમિયાન એકબીજાની નજીક રહેવું પણ તમને રોમાંચક કરી શકે છે. આ રીતે તમારો મૂડ સારો રહેશે અને લાંબા સમય પછી ઘરે જઈને એકબીજાની નજીક આવવાનો અહેસાસ થશે.
 
ડેટિંગ પર જાવ
 
ડેટિંગ પર એવી જગ્યાની પસંદગી કરો, જ્યાં તમે લગ્ન પહેલા જતા હતા. જગ્યા સાથે જોડાયેલી જૂની યાદો ચોક્કસપણે તમને બંનેને એક વખત ફરીથી નજીક લઈ આવશે. જૂની યાદો એક વખત ફરી તમારા અંદર ઓલવાઈ ગયેલી પ્રેમની આગ પ્રગટાવવાનું કામ કરશે અને તમે તમારા સંબંધને ફરીથી જીવંત કરી શકશો.
 

 
પાત્રોની ભુમિકા ભજવો
 
કોઈ પાત્રની ભુમિકા ભજવવી કાયમથી શારીરિક સંબંધને રોમાંચક બનાવવાનું કામ કરે છે. તમારા પાર્ટનરની પ્રાથમિકતા વિશે જાણો અને તેમને ઉત્તેજિત કરવા માટે એવી જ રીતે તૈયાર થાવ. આ ઉપાય અપનાવીને તમે તમારા સેક્સનો આનંદ અનેક ગણો વધારી શકો છો. જો તમે તમારા પાર્ટનરને યોગ્ય રીતે સુખ આપશો તો તેનાથી તમારા સેક્સના આનંદમાં પણ વધારો થશે.
 
સેક્સ જીવનમાં નાવીન્ય લાવો
 
તમારા સેક્સ જીવનમાં કંઈક નવી વસ્તુઓ જોડવાનો પ્રયાસ કરો. નવી-નવી મુદ્રાઓને અપનાવો. વિના સંકોચ પાર્ટનર સાથે કંઈ નવું ટ્રાય કરો. સેક્સ લાઇફને થોડી વધુ રોમાંચક બનાવવા માટે તમને તમારા પાર્ટનરની ઈચ્છાઓ વિશે જાણ હોવી જોઈએ. કંઈ પણ નવું કરવાના પ્રયાસમાં ડરો નહીં.
 
અંતર પણ છે જરૂરી
 
કાયમ સાથે રહેવાથી એકબીજાની કદર અને અભાવનો અહેસાસ નથી થતો. તેનાથી પણ સંબંધોમાં નિરસતા આવવાનો ખતરો બન્યો રહે છે. આ નિરસતાને દૂર કરવા માટે તમારા પાર્ટનરની જગ્યાએ તમારા મિત્રની સાથે રજાઓ એન્જોય કરો. એકબીજાના જુદાઈ સ્પર્શથી તમને અહેસાસ થશે કે તમારો પાર્ટનર તમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. પરત આવ્યાં પછી તમારા બંનેમાં આવેશપૂર્ણ પ્રેમને પ્રોત્સાહન મળશે.
 
છેડછાડ કરો
 
સેક્સને કાયમ વન નાઇટ સ્ટેંડ જેટલું મજેદાર બનાવવા માટે પાર્ટનરની સાથે થોડી છેડછાડ જરૂરી હોય છે. જ્યાં પ્રેમમાં છેડછાડ હોય છે ત્યાં પ્રેમ અને સેક્સ સંબંધ બંને જ ગાઢ થઈ જાય છે. એટલે દરેક વખતે નવીનતા લાવવા માટે સેક્સ પહેલા પાર્ટનર સાથે થોડી છેડછાડ જરૂર કરો.
 
હોટલનો રૂમ બુક કરાવો
 
સેક્સમાં નવીનતા લાવીને પાર્ટનરને નજીક લાવી શકાય છે. પાર્ટનરને નવી રીતથી ખુશ કરવા પર તે તમારી વધુ નજીક આવી જાય છે. સાથે જ સેક્સની પળોનો મોડેક સુધી આનંદ માણી શકશો. પાર્ટનર સાથે રોમેન્ટિક રાત વિતાવવા માટે અને તમારા સેક્સમાં નવીનતા લાવવા માટે હોટલનો રૂમ બુક કરાવો. આવું કરવાથી તમે તમારા લગ્નની પહેલી રાત અને તાજગીને ફરીથી મહેસુસ કરી શકો છો.
 
નવી જગ્યાઓ પર સેક્સ કરો
 
જો તમે ઘર પર એકલા રહેતા હોવ તો નવી-નવી જગ્યાઓ પર સેક્સ કરો. તેના માટે તમે લીવિંગરૂમ, કિચન અથવા પછી બાથરૂમમાં પણ પ્રયાસ કરી શકો છો. જો તમને એવું કરવું થોડુ વિચિત્ર લાગી રહ્યું હોય તો તમે એકબીજાની સાથે એડલ્ટ ફિલ્મો જોઈને પણ સેક્સ લાઇફમાં નવીનતા લાવી શકો છો.
 
સરપ્રાઇઝ આપો
 
સેક્સની પળોને વન નાઇટ સ્ટેંડ જેટલું યાદગાર બનાવવા તમારા પાર્ટનરને ઉત્તેજિત કરવાવાળા રોમેન્ટિક અને સેક્સી મેસેજ મોકલો. આ સિવાય તેમને સરપ્રાઇઝ કરવા માટે કેંડલ લાઇટ ડિનર પર જાવ અથવા બહાર રોમેન્ટિક જગ્યાએ ફરવાનો પ્રોગ્રામ બનાવો.
 
ડબલ ડેટ
 
અન્ય કપલને આમંત્રિત કરો, તમારા પ્રેમને જાહેરમાં દર્શાવવાનો પણ એક મોકો આપો. તમારા મિત્રોની મોજુદગીમાં તમારા પાર્ટનરની સાથે બેસીની તેની સાથે રોમાન્સ કરવો, તેને હગ કરવું અને કિસ કરવી એક વખત ફરી તમારા સંબંધોમાં નવીનતા લાવશે અને સેક્સ લાઇફ મજેદાર બનવાનો અહેસાસ કરાવશે.