મળમાર્ગ, પેશાબ, છાતી, પેટમાં બળતરા થાય છે? તો આ નુસખા કરશે ઈલાજ

04 Feb, 2018

 મોટાભાગે ખાન-પાનમાં બેદરકારી, લાઈફસ્ટાઈલમાં અચાનક કેટલાક ફેરફાર અને અન્ય કેટલીક શારીરિક સમસ્યાઓને કારણે શરીરના વિવિધ અંગો જેમ કે હાથ-પગ, ગળું, છાતી, આંખ, પેશાબ, યોનિ, પેટ, મળમાર્ગ વગેરે જગ્યાએ ઘણીવાર પુષ્કળ બળતરા થતી હોય છે. આવા પ્રકારની બળતરા ક્યારેક-ક્યારેક શરીરમાં અચાનક જ થવા લાગે છે. જેના માટે દર વખતે ડોક્ટર પાસે દોડી જવું શક્ય હોતું નથી.

બળતરા માટેના બેસ્ટ ઉપચાર
 
-આંખમાં, છાતીમાં, પેશાબમાં, પેટમાં, મળમાર્ગમાં, શિશ્નમાં, યોનિમાં, પગના તળીયામાં, હાથની હથેળીમાં, તાળવા પર વગેરે શરીરના કોઈ પણ સ્થાનમાં બળતરા થતી હોય તો એક ચમચી શતાવરી, એક ચમચી ખડી સાકરનો પાઉડર અને એક ચમચી ગાયનું ઘી મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી બળતરા શાંત થાય છે.
 
- ધાણા-જીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડીટીને લીધે ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થતી હોય તો શાંત થાય છે.
 
-તાંદળજાનો રસ થોડી સાકર મેળવી પીવાથી હાથપગનાં તળીયાંની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે.
 
- પાલકના પાનના રસના કોગળા કરવાથી ગળામાં થતી બળતરામાં આરામ મળે છે.
 
- રાત્રે પાણીમાં ધાણા પલાળી રાખી સવારે ગાળી, તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી પિત્તજ્વરનો દાહ મટે છે. એનાથી શરીરનો આંતરિક દાહ પણ શાંત થાય છે.
 
- ધાણા અને સાકર ખાવાથી પેટમાં થતી બળતરા મટે છે.
 
- શરીરમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી લેવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે અને આંખ, હાથ-પગનાં તળીયાં, પેશાબ તથા પેટ વગેરેની બળતરા જલ્દી શાંત થાય છે.
 
- પેટ, આંખ, પગનાં તળીયાં, હાથ, મોં, મૂત્રમાર્ગ કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી આરામ થાય છે.
 
-દૂધી, તરબૂચ, કાકડી અને ખરબૂજાનાં બીજની મીંજ સાથે ખસખસ સાંજે પાણીમાં પલાળી સવારે એ પાણી નીતારી પીવાથી હાથે-પગે થતી બળતરા મટે છે. પાણી અને મીંજનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ નક્કી કરવું.
 
- એલચીને આમળાના રસ કે તેના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે.
 
-દ્રાક્ષ અને ખડી સાકર મિક્ષ કરી સવારે ખાવાથી શરીરમાં થતો દાહ શાંત થાય છે.
 
- કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પિત્તનો દાહ દૂર થાય છે.
 
-ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી હાથે-પગે થતી બળતરા મટે છે.
 
- શરીરના કોઈ પણ ભાગમાં થતી ભયંકર બળતરામાં દૂધમાં તલ વાટીને આછો લેપ કરવાથી તરત લાભ થાય છે. 
 
- ખજૂર પાણીમાં પલાળી રાખી બરાબર પલળી જાય ત્યારે મસળી લઈ અથવા ઠળીયા કાઢી ગ્રાઈન્ડરમાં જ્યૂસ જેવું બનાવી પીવું. આનું સેવન કરવાથી શરીરની બળતરા દૂર થાય છે.
 
-એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને થોડી ખાંડ મેળવી પીવાથી પિત્તનો દાહ મટે છે.
 
- લુણીની ભાજીનો રસ એક કપ જેટલો પીવાથી શરીરની બળતરા શાંત થાય છે.
 
- શેકેલા જીરાનું ચૂર્ણ ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી શરીરની બધા જ પ્રકારની બળતરા શાંત થાય છે.
 
- આંખે ત્રિફલાનું પાણી છાંટવાથી આંખોની બળતરા શાંત થાય છે.
 
- આમળાનો રસ શરીરે ચોળવાથી અને તેના પાણીથી નાહવાથી શરીરની બળતરા મટે છે.
 
- દૂધી છીણી માથામાં ભરવાથી માથામાં બળતરા થતી હોય તો તે મટે છે.
 
 -પેટમાં, છાતીમાં ક્યાંય પણ આંતરિક બળતરા થતી હોય તો જેઠીમધ, શતાવરી અને સાકરનું સરખા પ્રમાણે બનાવેલું એક ચમચી જેટલું ચૂર્ણ એક ચમચી ઘી સાથે એક ગ્લાસ દૂધમાં નાખી સારી રીતે ઉકાળી ઠંડું કરી પીવું. થોડા દિવસ આ ઉપચાર કરવાથી અનેક પ્રકારની આંતરિક બળતરા શાંત થાય છે. આ ઉપચાર વખતે તીખી, ખારી, ખાટી, ઉષ્ણ, તીક્ષ્ણ ચીજો સાવ બંધ કરી દેવી.
 
-કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળીને ગાળી લેવી અને તેમાં પીસેલું જીરું અને સાકર નાખી પીવાથી પિત્તનો દાહ મટે છે.
 
- ભુરા કોળાનું ઘીમાં શાક કરીને ખાવાથી અથવા તેનો રસ કાઢી તેમાં સાકર મેળવી સવાર-સાંજ અડધો-અડધો કપ પીવાથી પુષ્કળ માસિક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે.