પેશાબમાં લોહી આવવું, દુખાવો, પરૂંની સમસ્યા દૂર કરવાના સસ્તાં ઘરેલૂ ઉપાયો

20 Feb, 2016

 પેશાબમાં ઈન્ફેક્શન, બળતરા, પરૂં જેવી સમસ્યાઓ આજકાલ મોટાભાગના લોકોને સતાવે છે. જે ખાન-પાનમાં બેદરકારી, લાઈફસ્ટાઈલમાં અચાનક કેટલાક ફેરફારને કારણે વધારે જોવા મળે છે. ખાસ કરીને 50 વર્ષની ઉંમર બાદ સ્ત્રી અને પુરૂષ બન્નેને પેશાબ સંબંધી કેટલીક સમસ્યાઓ સતાવે છે.

 
પેશાબ સંબંધી સમસ્યાઓ
 
સ્ત્રીઓમાં માસિક બંધ થયા બાદ હોર્મોન્સમાં ફેરફાર, ખરાબ ખાન-પાન, ડાયાબિટીસ પણ પેશાબ સંબંધી સમસ્યાઓનું એક કારણ છે. પેશાબથી જોડાયેલી આવી સમસ્યાઓથી 50 ટકાથી વધુ પુરૂષો અને 60 ટકાથી વધુ સ્ત્રીઓ પીડાય છે. પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફો સામેલ છે. જેથી આજે જાણો આ સમસ્યાઓ માટેના સરળ ઘરેલૂ ઉપાય.
 
ઘરેલૂ ઉપાયો
 
-પેશાબ ઓછો આવતો હોય કે બંધ થઈ જાય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત દૂર થાય છે.
 
-પેશાબમાં ઈન્ફેક્શન થાય ત્યારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને બે ચમચી તજનો પાઉડર મિક્ષ કરીને લેવાથી ફાયદો થાય છે.
 
-જે લોકોને પેશાબમાં બળતરાની વધુ તકલીફ રહેતી હોય તેમણે ફ્લાવરના શાકનું વધુ સેવન કરવું જોઈએ. આ સિવાય તમે ફ્લાવરને ધોઈને કાચું ચાવીને પણ ખાઈ શકો છો.
 
-પીપળાના સૂકા ફળનો પાઉડર તૈયાર કરીને દરરોજ એક ચમચી પાઉડર સાકર કે ગોળ સાથે લેવાથી પેશાબમાં બળતરાની સમસ્યા દૂર થાય છે.
 
-અડધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.
 
-પેશાબમાં બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત મળે છે.
 
-પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.
 
-રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.
 
-આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફો દૂર રહે છે.
 
-પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.
 
-૧૦૦ ગ્રામ દૂધમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટથી થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તેમાં પણ રાહત મળશે.
 
-વરીયાળીનું શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
 
-વરીયાળી અને ગોખરૂંનો ઉકાળો બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.
 
-એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે.
 
-કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી થોડા જીરાની ભુકી નાંખી પીવાથી પેશાબની ગરમી મટે છે. અને પેશાબ સાફ આવે છે.
 
-આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે અને પેશાબની બળતરા દૂર થાય છે.
 
-જવ ઉકાળીને તેનું પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
 
-શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે બળતરા મટે છે.
 
-ક્યારેક ડાયાબિટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં, ખાંડ નાંખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા સાથે દહીંમાં ખાંડ નાંખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.
 
-અડધી ચમચી અજમો અને અડધી ચમચી ગોળ મસળી મિક્ષ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે.
 
-સૂંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાંખીને પીવાથી ધાતુ સ્ત્રાવ મટે છે તથા પેશાબ સાથે જતું ધાતુ બંધ થાય છે.

Loading...

Loading...