આ રીતે દરેકે કરવું જોઈએ હોળીનું પૂજન, મળશે દરેક પ્રકારના સુખ

01 Mar, 2018

ફાગણ મહિનાની પૂનમ એટલે કે 1 માર્ચ ગુરુવારે હોળીના દિવસે આ પ્રમાણે પૂજા વિધિ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને આવકનાં સાધનોમાં પણ વધારો થાય છે. આજે અમે તમને હોળીકા દહનની કેવી રીતે પૂજા કરવી તે વિશે જણાવી રહ્યા છીએ.

 
હોળીકા દહન પહેલાં જ્યારે ખાડો ખોદવામાં આવે, તો સૌથી પહેલાં તેમાં થોડું ચાંદી, પીતળ અને લોખંડને દટી દેવું. આ ત્રણ ધાતુ માત્ર એટલી જ હોવી જોઇએ, જેનાથી તમારી મધ્યમાં આંગળીના માપનો છલ્લો બનાવી શકાય. ત્યાર પછી વિધિ-વિધાન દ્વારા અનાજ રોપવું. જ્યારે તમે હોળીકા પૂજનમાં જાવ ત્યારે પાનના એક પત્તા પર કપૂર, થોડી હવન સામગ્રી, શુદ્ધ ઘીમાં ડુબાડેલ લવિંગની જોડ તથા પતાશા રાખવાં.
 
બીજા પાનના પત્તાથી તે પાનને ઢાંકી દેવું અને 7 વાર હોળીકાની પરિક્રમાં કરી ऊं नमो भगवते वासुदेवाय नमः મંત્રનો જાપ કરવો. પરિક્રમાં સમાપ્ત થયા પછી બધી જ સામગ્રી હોળીકામાં અર્પિત કરી દેવી તથા પૂજન કર્યા પછી પ્રણામ કરીને ઘરે પાછા આવી જવું.