વર્ષો જુની એસિડિટીની સમસ્યાને જડમૂળથી દૂર કરશે આ 9 નેચરલ નુસખા!

17 Nov, 2014

આદિવાસીઓનું પારંપરિક હર્બલ જ્ઞાન ખૂબ જૂનું અને પરિક્ષણ કરેલું માનવામાં આવે છે. રોગોના નિદાન માટે આદિકાળથી જંગલોમાં રહેતા આદિવાસી માત્ર પોતાની પાકૃતિક સંપત્તિ પર જ નિર્ભર રહે છે. ભયાનક રોગ હોય કે સાધારણ, ભારતના આદિવાસીઓના સટીક ઉપાયો અને જ્ઞાનનો કોઇ જ તોડ નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એસિડિટી સાથે જોડાયેલા પારંપરિક હર્બલ જ્ઞાન વિશે. જાણો એસિડિટી જેવી સમસ્યાને દૂર કરવા માટે મધ્ય અને પશ્ચિમી ભારતના આદિવાસી પોતાના પારંપરિક જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરે છે
1-આંબાના તાજા પાનનો રસ કાઢીને તેમાં થોડી માત્રામાં ખાંડ મિક્સ કરવી. આ મિશ્રણનું દિવસમાં ત્રણવાર સેવન કરવું. જો દરરોજ આ ઉપાય કરવામાં આવે તો એસિડિટીથી પીડાતા દર્દીને તરત જ રાહત મળી શકે છે.
2- કાકડીના બીજને ઠંડી પ્રકૃતિના માનવામાં આવે છે. આદિવાસી લોકો મોટા ભાગે એસિડિટીમાં કાકડીના બીજનું સેવન કરવાની સલાહ આપે છે. ડાંગ, ગુજરાતનાં આદિવાસીઓનું એવું માનવું છે કે, કાકડીના બીજને જો ચાવવામાં આવે તો એસિડિટીમાં રાહત મળી શકે છે.
3- શતાવરીની જડને લઇને તેનું ચૂરણ બનાવી લેવું. આ ચૂરણને ગાયના દૂધમાં મિક્સ કરીને તેને ઉકાળવું. આ ઉકાળાનું સેવન એસિડિટીથી પીડાતા દર્દીએ કરવું. આ ઉપાયથી તેમને તરત જ રાહત મળે છે.  સાથે જ, આ ચૂરણને મધની સાથે ચાટવામાં આવે તો પણ ફાયદો થાય છે.
4- અજમો અને ધાણાના બીજની સમાન માત્રા (2 ગ્રામ) લઇને તેમાં થોડી ખાંડ મિક્સ કરીને આખા દિવસમાં કલાકના ગાળામાં તેનું સેવન કરતા રહેવું. આ ઉપાય કરવાથી બે-ત્રણ દિવસમાં જ એસિટિડીમાં ઘણી રાહત મળી શકે છે.
5- ઘાસને પાતાલકોટના આદિવાસી કોઇ ચમત્કારથી કમ માનતું નથી. અનેક રોગોમાં ફાયદો કરાવાની સાથે એસિડિટી માટે પણ તે જબરદસ્ત કારગર માનવામાં આવે છે. આ માટે તાજા પાનનો રસ (50 મિલિ)ને 10 મિલી દૂધ અને થોડી ખાંડની સાથે મિક્સ કરીને જો તેનું સેવન કરવામાં આવે તે એસિડિટીની સમસ્યા છુમંતર થઇ જાય છે.
6- વરિયાળીના બીજને દૂધમાં ઉકાળીને દિવસમાં બેવાર પીવી જોઇએ. પાતાલકોટના હર્બલ જાણકારો મુજબ, અડધી ચમચી વરિયાળી લઇને એક ગ્લાસ દૂધમાં ઉકાળવામાં આવે તો દિવસમાં ત્રણવાર આ રીતે તૈયાર કરેલ દૂધનું સેવન કરવાથી  આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
7- જલજમનીના પાનને પીસીને તેમાં થોડી માત્રામાં આદુનો રસ મિક્સ કરવામાં આવે અને રોગીને આપવામાં આવે તો તેને આરામ મળી શકે છે. આદિવાસીઓનું માનવુ છે કે, જલજમની એસિડ નાસક હોય છે.
8- દર બે કલાકના સમયગાળામાં જો કચનારના સુકાયેલા ફૂલનું ચૂરણ (લગભગ 2 ગ્રામ) અને મધ અથવા ખાંડને લઇને તેનું સેવન કરવામાં આવે તો દર્દીને આરામ મળે છે.
9- બોગનવેલિયાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને દર બે કલાકે સેવન કરવું. આ ઉપાય એસિટિટીમાં ઘણો કારગર માનવામાં આવે છે.