10 Benefits: કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર જેવા ઘણાં રોગોમાં ફાયદો કરે છે આ પીણું!

17 Oct, 2015

દરેક વ્યક્તિને સારી-ખોટી કોઈકને કોઈક તો આદત હોય જ છે. એવી જ એક આદત છે ચા પીવાની, કેટલાક લોકોને વાંરવાર ચા પીવાની ટેવ હોય છે પરંતુ કેટલાક સંશોધનમાં એવું કહેવામાં આવે છે કે વધુ પડતું ચાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેથી આજે અમે તમને એવી આયુર્વેદિક ચા વિશે જણાવીશું જેને નિયમિત પીવાથી હઠીલા રોગોમાંથી તમે છુટકારો મેળવી શકશો.
 
એવું કહેવાય છે કે દિવસની સારી શરૂઆત સારી ચા સાથે કરવામાં આવે તો આખો દિવસ તાજગીસભર વિતે છે. ચામાં કેફીન સિવાય કેટલાક એવા તત્વો હોય છે જે મૂત્રવર્ધક હોવાની સાથે નાડીતંત્રને વધારે છે અને માંસપેશીઓને બળ આપે છે. આદિવાસીઓમાં ચાનું વધુ મહત્વ રહેલું છે અને તે લોકો હર્બલ ચા પીવે છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.


કોલેસ્ટ્રોલને નિયંત્રિત અથવા ઓછું કરવા માટે-એક કપ ચાના પાણીમાં બે ગ્રામ મધ અને ત્રણ ગ્રામ તજની છાલનું ચૂર્ણ મિક્ષ કરીને દિવસમાં ત્રણવાર પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યામાં બહુ ફાયદો થાય છે.
 
લોહીની ઉણપ અને બ્લડપ્રેશર દૂર કરવા માટે-લોહીની ઉણપના રોગીઓ જો અનંતમૂળ, તજ અને વરિયાળીને સમાન માત્રામાં લઈને ચામાં ઉકાળીને ઓછામાં ઓછું દિવસમાં એકવાર પીવે તો લોહી સાફ થવાની સાથે સાથે લોહી બનવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે.
 
બ્લડપ્રેશરને નિયંત્રમાં રાખવા માટે અર્જુનની છાલનું 4 ગ્રામ ચૂર્ણ ચા બનાવતી વખતે તેમાં નાખીને પીવાથી બ્લડપ્રેશર હમેશા નિયંત્રણમાં રહે છે.


શરીરને ડિટોક્સીફાઈ કરવા માટે-આદિવાસીઓનું માનવું છે કે ચાની ત્વચા અને મૂત્રાશય પર અસર પડે છે. તેનાથી પરસેવો અને પેશાબ બહુ વધારે માત્રામાં આવે છે. જેથી શરીરમાં ડિટોક્સી પ્રક્રિયાને દુરસ્ત કરવા માટે ચાનું સેવન બેસ્ટ ઉપાય છે.
 
આદિવાસીઓ મુજબ વધુ વાર સુધી ઉકાળેલી ચાનું સેવન કરવામાં આવે તો સ્થૂળતામાં ઘટાડો થાય છે. વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે ચાને વધુ વાર ઉકાળવામાં આવે તો તેમાંથી ટેનિન તત્વ નિકળે છે. જેથી આ રસાયણ પેટની અંદરની દિવાલ પર જમા થઈને ભૂખને મારી દે છે. જો કે આદિવાસીઓ ચામાં ફુદીના પાન નાખીને પણ પીવે છે.


ત્વચામાં બળતરા અને બવાસીરમાં ફાયદાકારક-ત્વચા અથવા શરીરનું કોઈ અંગ બળી જાય તો ચાના પાનને ઉકાળીને તેને સૂતરાઉ કપડા કે કોટનથી બળેલા ભાગ પર લગાવવાથી ફફોલા પડતા નથી.
 
ચાના પાનને માખણ સાથે પીસીને તેને બવાસીરના મસ્સા પર લગાવવાથી મસ્સા સૂકાઈને ખરી જાય છે. વનવાસીઓ મુજબ દિવસ બેથી ત્રણવાર આ ઉપાય કરવો.
 
જો શરદી, ખાંસી કે કફ જામી ગયો હોય, માથામાં અસહ્ય દુઃખાવો રહેતો હોય તો ચામાં આદુ અને મુલેઠી નાખીને પીવાથી તરત જ આરામ મળે છે.

ઉધરસ અને ઈન્ફેક્શનથી બચવા માટે-લાંબા સમય સુધી જો ઉધરસ ન મટતી હોય તો ચાની સાથે અડધી ચમચી મુલેઠીનું ચૂર્ણ મિક્ષ કરીને તેને ઉકાળવું અને તેને દરરોજ સવારે એકવાર લેવામાં આવે તો બહુ ઝડપથી ફાયદો થાય છે. આવું ત્રણ મહિના સુધી કરવાથી સમસ્યા જડથી મટી જાય છે.
 
ચાના પાણીમાં પગના તાળવાને ડુબાળીને રાખવાથી તાળવા નરમ થઈ જાય છે સાથે જ પગના સંક્રમણમાં પણ ફાયદો થાય છે.
સી કે કફ જામી ગયો હોય, માથામાં અસહ્ય દુઃખાવો રહેતો હોય તો ચામાં આદુ અને મુલેઠી નાખીને પીવાથી તરત જ આરામ મળે છે.