શું તમને લાગે છે કે તમને કોઈ ની નજર લાગી ગઈ છે તો અપનાવો આ ઉપાય ચોક્કસ ફાયદો થશે

22 Feb, 2018

જે લોકો ખરાબ નજરથી પ્રભાવિત હોય છે, તેઓનું કાર્ય સતત કથળે છે. સંપૂર્ણ મહેનત પછી પણ સફળતા મળતી નથી. વ્યવસાયમાં, નાણાંકીય નુકશાન અને કામગીરીમાં વારંવાર વિક્ષેપ આવવાના શરૂ થાય છે. ખરાબ નજરની ખામીઓને કારણે આરોગ્ય પણ વધુ ખરાબ થઈ જાય છે.

 
જ્યોતિષવિદ્યાની વરાહ સંહિતાના શગુન સૂત્રમાં નજરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય, જ્યોતિષવિદ્યાના અન્ય ભવિષ્યવાદી ગ્રંથોમાં રાહુ અને ચંદ્રની અશુભ અસર જોવા માટે સૂચવવામાં આવ્યું છે. જે લોકો કુંડળીમાં ચંદ્ર અને રાહુને કારણે પીડાય છે, તેઓ નજર લાગવાની સમસ્યાઓથી વધુ દુ:ખી થાય છે. પણ વ્યક્તિગત, સમૂહ અથવા ક્રૂર ગ્રહની યુતિ બનવાથી પણ ગ્રહોનો પાપી પ્રભાવ, વચન દોષ, દૃષ્ટિ અને મનુષ્યના મનની અભિવ્યક્તિઓથી નજર લાગતી હોવાનું જણાય છે.
 
બાળકનું વારંવાર રોવુ કે ચિડાઈ જવું -
 
એક માટીનાં નાના વાસણમાં આગ લઈ તેમાં લાલ મરચું, અજમો એને પીળી સરસવ નાંખીને બાળો. તેનો ધુમાડો નજર લાગેલ બાળકને આપો.
 
કોઈ કામમાં મન ન લાગવું -
 
7 લાલ મરચાં ડિંટા સાથે 9,11 કે 21 વાર ઉતારી અાગમાં નાંખવાથી નજર ઉતરી જાય છે.
 
ધારેલાં કામ અટકી જવા -
 
માથા પરથી લીંબુ ઉતારી ચાર ટુકડા કરી ચાર રસ્તા પર નાંખી દો. કોઈની નજર લાગી હશે કે, ટોટકા કર્યા હશે તે દૂર થઈ જશે.
 
વારંવાર ઉલ્ટી કે ઝાડા થવા -
નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબની 7 પાંખડી રાખી, પોતાના ઈષ્ટદેવનું નામ લઈ ખવડાવવાથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે.
 
ખાવાની કોઈ વસ્તુથી મન ઉતરી જવું -
 
જેને ખરાબ નજર લાગી હોય તેના પરથી તેલવાળી રોટલી 7 વાર ઉતારી કુતરાને ખવડાવી દો. નજર દોષ દૂર થશે