Video:કમર દર્દથી પરેશાન છો? તો દિવસમાં કરો માત્ર 5 મિનિટ આટલું

07 May, 2016

 કમરમાં દુખાવો એ અત્યારની જનરેશનમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારી છે. આ એવો દુખાવો છે જે મોટાભાગે ઘણાં કલાકો બેસી રહેવાથી કે ખોટી રીતે ચાલવા,સુવાં કે બેસવાના કારણે થાય છે. આ દુખાવામાંથી મુક્તિ મેળવવી હોય તો રોજ દિવસમાં 5 મિનિટ 'મકરાસન' કરવું હિતાવહ છે. અહીં તમને એ કરવાની રીત અને વિડિયોમાં પણ બતાવવામાં આવ્યું છે.

 
મકરાસનની વિધિ
  • પેટના બળથી સૂઈ જાઓ. બંને પગને ભેગા રાખો. પોતાના ખભા અને માથાને ઊઠાવો અને બંને હાથની કલાઈઓને ભેગા કરી જડબાની નીચે રાખો. આંગળીઓને ગળાની સાથે લગાવી રાખો. બંને કોણીઓને ભેગી રાખો.
  • જો ગરદન કે કરોડરજ્જૂમાં અસહનીય ખેંચાણ આવે તો તે સ્થિતિમાં તમે બંને કોણીની વચ્ચે થોડી જગ્યા રાખો, એમ કરવાથી ખેંચાણ ઓછું થશે.
  • જો સરવાઈકલને ગળાની પાછલા ભાગમાં દર્દ હોય તો કોણીઓને જડબાની આગળ રાખો.
  • જો કમરદર્દ કે થાક હોય તો કોણીઓને પાછળની તરફ કે જડબાને સીધા જમીન ઉપર રાખો.
  • જો કમરમાં દર્દ કે થાક હોય તો કોણીઓને પાછળ તરફ અર્થાત્ જડબાને સીધા જમીન ઉપર રાખો.
  • ખેંચાણ મહેસૂસ કરો. ખેંચાણ સહન ન કરી શકાય તો બંને હથેળીઓને જડબાથી હટાવી જમીન ઉપર રાખો

Loading...

Loading...