પુરૂષો સાથે જોડાયેલી આ 8 સમસ્યાઓ અંગે, દરેક પુરૂષોએ જાણવું છે જરૂરી

04 Feb, 2018

  શું તમે જાણો છો 30 વર્ષની ઉંમર પછી પુરૂષોમાં કેટલાક ફેરફાર આવે છે?  જી હાં, સ્ત્રી હોય કે પુરૂષ 30 વર્ષની ઉંમર બાદ તેમના શરીર અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાક પરિવર્તન આવે છે. જેમાં આજે અમે તમને જણાવીશું કે પુરૂષો 30 વર્ષના થાય પછી તેમણે શું ધ્યાન રાખવું જરૂરી છે.

 
30 વર્ષની ઉંમર પછી હાડકા નબળા થવાનું શરૂ થાય છે, માસપેશીઓમાં લચીલાપણું દૂર થતું થાય છે, ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે, કામેચ્છા ઓછી થાય છે, પુરૂષોના શરીરની સંપૂર્ણ ઊર્જા શક્તિ ઘટવા લાગે છે, હાર્ટ સંબંધી સમસ્યાઓ શરૂ થવા લાગે છે અને પાચન ક્ષમતા નબળી પડતી જાય છે.
 
તો આવી સમસ્યાઓથી બચવા માટે પુરૂષોએ શું કરવું જોઈએ? તેના માટે 30 વર્ષની ઉંમર પછી દરેક પુરૂષોએ નિયમિત રીતે હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જોઈએ અને ડોક્ટરની સલાહ માનવી અને એક સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવી જોઈએ. ખાન-પાનમાં ફેરફાર કરવા જોઈએ. પણ 30 વર્ષ વટાયા બાદ પાચનક્રિયા ધીમી પડે છે, જેથી ઓછું ખાવું. આ સિવાય ખોટી આદતોને પણ ત્યજી દેવી.
 
પ્રોટેસ્ટ ગ્રંથિના કેન્સરનો ખતરો
 
30 વર્ષની ઉંમર બાદ જો પુરૂષોમાં પેશાબમાં બળતરા, સ્તંભન દોષ, રાતે વધારે પેશાબ લાગવી જેવી સમસ્યાઓના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. કારણ કે પ્રોટેસ્ટ ગ્રંથિના કેન્સરના માત્ર આટલા જ લક્ષણો નથી પરંતુ વહેલું નિદાન મોટી સમસ્યાને રોકી શકે છે. જેથી આવી તકલીફોને નજરઅંદાજ કરવી નહીં.
 
માસપેશીઓમાં સંકોચન
 
30ની ઉંમર બાદ પુરૂષોના ટિસ્યૂની પેશીઓ પોતાનું લચીલાપણું ગુમાવે છે અને સંકોચાવા લાગે છે. આનાથી બચવા માટે પુરૂષોએ એવી એક્સરસાઈઝ કરવી જોઈએ જેનાથી તેમના શરીરની યોગ્ય મૂવમેન્ટ થતી રહે અને શરીર દરેક દિશામાં વળે. યોગા પણ આ સમસ્યાથી બચવા માટેનો કારગર ઉપાય છે.
 
હાડકા નબળા થવા
 
30ની ઉંમર પછી પુરૂષોના હાડકા નબળા થવા લાગે છે અને કેટલાક હાડકા નષ્ટ થવાનું શરૂ થઈ જાય છે. જેના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના  વધી જાય છે. જેથી સમયાંતરે એક્સ-રે અથવા સ્કેનિંગની મદદથી હાડકાઓની તપાસ કરાવતા રહેવું. જો આવી કોઈ સમસ્યા થાય તો વધુ માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી લેવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ વધુ વજન ઉઠાવવું જોઈએ.
 
પેટ પરની ચરબી વધે છે
 
30 વર્ષની ઉંમર બાદ પુરૂષોની ફાંદમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. જેમ કે ઉંમર વધે છે તેમ જ શરીરમાં કેલરીની ખપત ઓછી થવા લાગે છે. જેથી તમારી ગતિવિધિઓ પર નજર રાખો અને તમારા ભોજન પર ખાસ ધ્યાન આપો. 
 
આ ઉંમરે પહોંચવાની સામાન્ય સમસ્યા
 
આ ઉંમરે પહોંચ્યા બાદ મોટાભાગના પુરૂષોમાં તણાવની સમસ્યા બહુ જ વધી જાય છે. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે શરીરમાં કેટલાક પ્રકારના ફેરફાર પણ આવે છે. જો તમને સતત તણાવ રહેતો હોય તો તરત ડોક્ટરને બતાવવું અને તણાવને તમારી જાત પર હાવી થવા દેવું નહીં.
 
હૃદય સંબંધી સમસ્યાઓ
 
30 વર્ષની ઉંમર બાદ ધીરે-ધીરે હાર્ટની કાર્યક્ષમતા ઘટતી જાય છે અને બ્લડનું પંપિગ પણ ઓછું થઈ જાય છે. જેના કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ભેગું થવા લાગે છે અને બ્લડપ્રેશર વધી જાય છે. જેથી તમારા હાર્ટનું ધ્યાન રાખો, દિલને હેલ્ધી રાખે એવા ખોરાક ખાઓ અને હળવી કસરતો કરો.
 
 
ટી લેવલ ઓછું થઈ જાય છે
 
30 વર્ષની ઉંમર બાદ પુરૂષોમાં ટી લેવલ એટલે કે ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા લાગે છે. એક સંશોધનમાં આવું જાણવા મળ્યું છે.         જો તમારી કામેચ્છા ઓછી થવા લાગે અને તણાવગ્રસ્ત રહેવા લાગો તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ટી લેવલને વધારવું જોઈએ.
 
અંડકોષનું કેન્સર
 
પુરૂષો 30 વર્ષ વટાવે પછી તે લોકોમાં અંડકોષના કેન્સરનો ખતરો પણ વધી જાય છે. જેથી જો તમારા અંડકોષમાં દુખાવો રહેતો હોય તો તરત જ ડોક્ટરને બચાવવું જોઈએ. જેથી વહેલી તકે સારવાર થઈ જાય અને ઈલાજ સરળ થઈ શકે.