3 દેશી નુસખા દૂર કરશે જાડાપણાની સમસ્યા

30 Dec, 2014

આજે ઘણા લોકો એવા હોય છે કે જે ધન,બળ, જ્ઞાન વગેરે ક્ષેત્રોમાં સક્ષમ હોવા છતાં કોઇને કોઇ રીતે શારીરિક ખામીને કારણે મન મારીને રહેવું પડે છે. જાડાપણું પણ એક એવી સમસ્યા છે કે જેના કારણે વ્યક્તિને દરેક વસ્તુ હોવાં છતા પણ શરમ અનુભવે છે. બદલાતા સમય અને ઋતુના અનુરૂપ કપડાં પહેરવા માટે પણ જાડા વ્યક્તિઓને પણ ઘણો સામનો કરવો પડે છે.

આવા મુશકેલ કાર્યને સરળ કરવાના ઘણી રીતો શોધી બાદ અંતમાં વ્યક્તિને પોતાની મોટી વાગતી સમસ્યાનો ઉકેલ મળી જ જાતો હોય છે. આશ્ચર્યજનક રૂપથી આવા જાડાપણાનો ઉપાય માત્ર એક છાશમાં મળી રહે છે.

આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા અને યોગના સંમિશ્રિત પ્રયાસોથી જાડાપણાની સમસ્યાનો 100 ટકા અસરકારક ઉપાય પણ શોધવામાં આવ્યો છે. આ અત્યંત સરળ ઉપાય છે.

1. દરરોજ સવારે ખાલી પેટે ઘરે બનેલી એક ગ્લાસ છાશ પીવો, સ્વાદ અનુસાર તેમાં સંચળ અને હીંગ –જીરૂ પણ મેળવી શકાય છે.

2. દરરોજ સુતા સમયે નવશેકા પાણીમાં એક થી બે ચમચી ત્રિફળા ચુર્ણનું સેવન કરો.

3. કોઇ જાણકારના માર્ગદર્શન પ્રમાણે દરરોજ સવારે ખુલ્લી જગ્યામાં બેસીને આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરો.