5 ફ્રૂટ્સ જે શરીર પર જામેલાં ચરબીના થર ઉતારશે ગણતરીનાં દિવસોમાં

22 Dec, 2014

ફ્રૂટ્સ આપણને હેલ્ધી અને ફિટ રાખવા માટે અક્સીર અને નેચરલ ઉપાય છે. તેમાંથી બોડીને પુરતી ઉર્જા અને વિટામિન્સ મળી રહે છે. તેમજ ફેટ ન હોવાને કારણે ચરબી વધતી નથી. તેમાં પણ કેટલાક ફળ એવા હોય છે જે આપણા શરીર પર જામેલી ચરબીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઝડપથી કોઈપણ આડઅસર વિના વજન ઘટાડે છે. કેટલાક ફળોમાં એવા ખાસ મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે આપણા વજનને નિયંત્રણ કરવાની સાથે ચરબીને પણ ઓગાળે છે. તો આ ફળોને તમારા ડાયટચાર્ટમાં અચૂક સામેલ કરો ને પછી જુઓ બમણી ઝડપથી તમારી ચરબી ઘટવા લાગશે.  

 નારિયેળ-  નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન એ, બી, સી અને ખનિજ જોવા મળે છે. જે સ્થૂળતાથી પીડાતા લોકો માટે વરદાન સાબિત થાય છે. આમાં કોલેસ્ટ્રોલ અને ચરબી હોતી નથી. નારિયેળનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને શરીરને તરત ઊર્જા મળે છે. તો તમારા ડાયેટ ચાર્ટમાં આ ફળને ચોક્કસ ઉમેરવું. 

સફરજન-   ભૂખ લાગી હોય ત્યારે જો તમે સ્નેક્સની જગ્યાએ દદરોજ સફરજન ખાઓ તો ન માત્ર તમારું વજન કાબૂમાં રહેશે પરંતુ તમે સ્વસ્થ પણ રહેશો. આ ફળમાં કેલેરીની માત્રા નહિવત્ હોય છે સાથે જ તેમાં વિટામિન અને મિનરલ્સ સિવાય ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે ચરબી ઘટાડવા માટે રામબાણ માનવામાં આવે છે. સફરજન શરીરના મેટાબોલિઝ્મને ઘટાડે છે જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે. 

એવાકેડો-   એવાકેડોમાં ઓમેગા 9 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે ફેટને ઊર્જામાં પરિવર્તિત કરે છે. આ ફળ આપણા મેટાબોલિઝ્મને પણ મજબૂત બનાવે છે. એવાકેડો સિવાય ઓમેગા 9 ફેટી એસિડ ઓલિવ ઓઈલ અને નટ્સમાંથી પણ મળે છે. જેથી જો તમે ચરબી જામવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ચોક્કસ આ ફળ ખાવાથી ફાયદો થશે. 

તરબૂચ-   કેટલાક સંશોધનોમાં આ વાત સાબિત થઈ ચુકી છે કે પાણીથી ભરેલું આ ફળ 33 ટકા વધુ ઝડપથી વજન ઘટાડે છે. આ ફળમાં 92 ટકા પાણીની માત્રા હોય છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટની માત્રા હોય છે. તરબૂચમાં વિટામિન સી, એ અને લાઈકોપીન પણ જોવા મળે છે જે તમારા શરીર પર લચકતી ચરબીને દૂર કરે છે. તો આ ફળનું સેવન જરૂરથી કરવું.  

રાસબરી-   રાસબરી પણ વજન ઘટાડમાં કારગર સાબિત થાય છે. રાસબરી શરીરમાં ફેટ્સ ઘટાડવાવાળા હોર્મોન્સને સક્રિય કરે છે અને કેલેરીને ઘટાડે છે. દરરોજ 100થી 200 મિલિગ્રામ રાસબરીનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ કેલેરી ઘટાડવાની સાથે હૃદય માટે પણ અક્સિર માનવામાં આવે છે. જેથી જો તમે ઝડપથી શરીર પરની ચરબી ઉતારવા માગતા હોવ તો તમારા ડાયેટ ચાર્ટમાં રાસબરીને અવશ્ય સામેલ કરવી.